મહુવા(ગુજરાત): આજકાલ બુટલેગરો(Bootleggers) દારૂની હેરાફેરી અને દારૂને છુપાવવા માટે અવનવા કીમિયા અપનાવતા હોય છે. આ દરમિયાન, મહુવા(Mahuva) તાલુકાના વડિયા(Wadia) ગામે ગૌચરની ખુલ્લી જગ્યામાંથી પ્રોહિ. જુગાર સ્પેશિયલ ડ્રાઈવની ટીમ દ્વારા રેડ પાડી 24.32 લાખનો વિદેશી દારૂનો જથ્થો(foreign liquor) ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં પોલીસ(police) દ્વારા ટેમ્પો અને દારૂનો જથ્થો મળી કુલ્લે 34.32 લાખનો મુદ્દામાલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવા તાલુકાના વડિયા ગામે બોરડી ફળિયામા મહુવા તાલુકાના ડુંગરી ગામે રહેતા પિયુષ ઉર્ફે સોમલો પ્રભાતભાઈ પટેલ દ્વારા વિદેશી દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં ઉતારવામાં આવ્યો હોવાની બાતમી રેંજ આઈજીની પ્રોહિ. જુગાર સ્પેશિયલ ડ્રાઈવની ટીમને પ્રાપ્ત થઇ હતી. આ બાતમી આધારે રેંજ આઈજીની ટીમ દ્વારા શુક્રવારે સવારે વડિયા ગામે રેડ પાડવામાં આવી હતી.
ત્યારે પોલીસની રેડ દરમિયાન, કેટલાક ઈસમો ટેમ્પો (GJ-27-X-0875)માંથી વિદેશી દારૂ ઉતારી રહ્યા હતા. બાદમાં પોલીસને જોતા જ આ ઈસમો ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. પોલીસ દ્વારા ઘટના સ્થળેથી દારૂ અને ટેમ્પો મહુવા સર્કિટ હાઉસ ખાતે લાવી ગણતરી શરુ કરી હતી.
દેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ 18,900 બોટલ મળી કુલ 24,32,100 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો અને ટેમ્પો કિંમત રૂ.10 લાખ મળી કુલ 34,32,100 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડ્યો હતો અને ઘટનાસ્થળેથી ફરાર વિદેશી દારૂ મંગાવનાર પિયુષ ઉર્ફે સોમલો પ્રભાત પટેલને અને માલ આપનાર રોશન ઠાકોરને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.