ડાઉનલોડ કરો અમારી એન્ડ્રોઇડ એપ અને જોડાયેલા રહો દરેક સમાચાર સાથે

પેટમાં થતો હતો દુખાવો ડોક્ટરોએ ઓપરેશન કર્યું તો નીકળી 24 કિલોની એવી વસ્તુ કે જોવાવાળા થઇ ગયા હેરાન

મેઘાલયના તબીબોએ તબીબી ક્ષેત્રે મોટી સફળતા હાંસલ કરી છે. અહીંના પશ્ચિમ ગારો હિલ્સ જિલ્લાની એક હોસ્પિટલમાં, ડોકટરોએ એક મહિલાના પેટમાંથી 24 કિલોગ્રામની ગાંઠ કાઢી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, પૂર્વ ગારો હિલ્સ જિલ્લાના જમજે ગામની વતની ૩૭ વર્ષીય મહિલાને અચાનક પેટમાં દુખાવો થયો હતો. 29 જુલાઇએ તેણીને તુરા મેટરનિટી અને ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

હોસ્પિટલના અધિક્ષક ડો.ઇસિલ્ડા સંગમાએ જણાવ્યું કે 3 ઓગસ્ટે, બે સ્ત્રીરોગચિકિત્સકો સહિત ડોકટરોની ટીમે મહિલાનું ઓપરેશન કર્યું હતું, જે ત્રણ કલાક સુધી ચાલ્યું હતું. દર્દીની સ્થિતિ હજુ પણ સારી છે અને તેમને નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે.

ગાંઠને બાયોપ્સી માટે મોકલવામાં આવી છે જેથી તે જાણી શકાય કે તેમાં કોઈ કેન્સર નથી. તે જ સમયે, મુખ્યમંત્રી કોનરાડ કે સંગમાએ આ સફળ ઓપરેશન માટે ડોકટરોને અભિનંદન આપ્યા.

મુખ્યમંત્રીએ ટ્વિટ કર્યું હતું કે, “તુરા ડિસ્ટ્રિક્ટ મેટરનિટી એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ (ડીએમસીએચ) ના ડોકટરોએ પૂર્વ ગારો હિલ્સમાં રહેતી મહિલાના પેટમાંથી 24 કિલોગ્રામની ગાંઠ કાઢી હતી. હું ડોક્ટર વિન્સ મોમિન અને ટીમને આ સફળ ઓપરેશન બદલ અભિનંદન આપું છું. ”

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP