માનવતાની મહેકથી મહેકી ઉઠ્યું ધોરાજી- 24 વર્ષિય ગર્ભવતી બ્રેઈનડેડ મહિલાના અંગદાનથી પાંચ લોકોને મળશે નવજીવન

Organ donation of brain dead women in Dhoraji: તાજેતરમાં ગુજરાત(Gujarat)માંથી માનવતા મહેકાવતો એક કિસ્સો સામે આવ્યો છે. ધોરાજમાં 24 વર્ષિય ક્રિષ્ના બહેન હીરપરાના ફેફસાં, કિડની અને લીવર માટે બે ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ અને દિલ્હી ખાતે લઇ જવામાં આવ્યું હતું.પરિવાર દ્વારા ક્રિષ્નાબેન હિરપરાના અંગોનું દાન કરી ઘણા લોકોને નવી જિંદગી આપવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે.

ક્રિષ્નાબેન હિરપરાના મામાએ જણાવ્યું છે કે, ત્રણ દિવસ પહેલા મારી ભાણેજ ક્રિષ્ના ગર્ભવતી હતી અને તેમને બે આંચકી આવતા તેને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને બ્રેઈન ડેથ જાહેર કરવામાં આવી હતી અને ત્યારબાદ ડોક્ટર દ્વારા અંગદાન વિશે સમજાવતા પરિવાર એ સાથે મળી ક્રિષ્નાબેનની ઉંમર ઓછી હોય અને તેમના અંગો બીજાને કામ આવે તેવા હેતુથી અંગદાન કરવામાં આવે તો બીજી પાંચ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. તેવું પરિવારના લીકોએ વિચારતા તેથી પરિવારના લોકોએ ક્રિષ્નાબેનના અંગોનું દાન કરવામાં આવ્યું છે.

જુનાગઢ લિબર્થ હોસ્પિટલ ના ડો. આકાશ પટોરીયા એ જણાવ્યું છે કે, ક્રિષ્નાબેન હિરપરા નામના 27 વર્ષીય મહિલાને ગઈકાલે બ્રેન્ડેડ જાહેર કરવામાં આવ્યા હતા. મયુરીબેન હિરપરા ને નવ મહિનાની પ્રેગ્નન્સી હતી અને તેમને બે આંચકી આવતા તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ આવવામાં આવ્યા હતા.ત્યારે ક્રિષ્નાબેન નું હૃદય ધબકતું બંધ થઈ ગયું હતું. ત્યારે ડોક્ટર ટીમ દ્વારા CPR આપી તેમનું હૃદય ફરી શરૂ કરવામાં આવ્યું હતું. અને સિજીરિયન કરી ગર્ભમાં રહેલ બાળકની ડીલેવરી કરવામાં આવી હતી પરંતુ બાળક પણ મૃત જન્મ્યું હતું.

જયારે ગર્ભવતી મહિલા ક્રિષ્નાબેન હિરપરા નું હૃદય ધબકતું થતા તેમને અહીંની હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા. અહી તેમની ત્રણ દિવસ સારવાર કરવામાં આવી હતી. પરંતુ ગઈકાલે તેમની તબિયત વધુ બગડતા તેમને બ્રેઇન ડેથ જાહેર કરવામાં આવ્યા હતા. ત્યારપછી ક્રિષ્નાબેન હિરપરાના પરિવારને જાણ કરવામાં આવી હતી કે, આવી પરિસ્થિતિમાં અંગદાન કરી શકાય છે.

જયારે પરિવાર દ્વારા અંગ દાન કરવા માટેની સહમતી દર્શાવી હતી અને પરિવારે જણાવ્યું છે કે, પહેલેથી જ અમારા પરિવારની અમે બે જિંદગી ખોઈ ચુક્યા છીએ પરંતુ બીજા પાંચ લોકોની જિંદગી બચતી હોય તો અમારે ક્રિષ્નાબેન હિરપરા નું અંગદાન કરવું છે. ત્યારપછી સરકારી કાર્યવાહી કરી ક્રિષ્નાબેન હિરપરા ની બે કિડની અને એક લીવર અમદાવાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે.

જુનાગઢ DYSP હિતેશ ધાંધલીયા એ જણાવ્યું છે કે, ક્રિષ્નાબેનના અંગોને ઝાંઝરડા રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલ માંથી રાજકોટ એરપોર્ટ પરથી પ્લેન મારફતે દિલ્હી મોકલવા માટે જુનાગઢ પોલીસની મદદથી ગ્રીન કોરીડોર ગોઠવવામાં આવ્યું અને જુનાગઢ પોલીસ તેમજ રાજકોટ શહેર પોલીસની મદદથી અંગો લઈ જવામાં ટ્રાફિકની સમસ્યાનો નડે તેનો ખાસ ખ્યાલ રાખી બે ગ્રીન કોરિડોર મારફત આજે ક્રિષ્નાબેન હિરપરા ના અંગોને લઈ જવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *