અમદાવાદમાં હિટ એન્ડ રન: ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહને મહિલાને અડફેટે લેતા નીપજ્યું કમકમાટીભર્યું મોત

અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વાર અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના જોવા મળી છે. આ અકસ્માતમાં એક…

અમદાવાદ(ગુજરાત): ગુજરાતમાં અવારનવાર અકસ્માતના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. તેવામાં ફરી એક વાર અમદાવાદમાં હિટ એન્ડ રનની ઘટના જોવા મળી છે. આ અકસ્માતમાં એક મહિલાનું કમકમાટીભર્યું મોત થયું છે. ઈસ્કોન બ્રિજ પર વહેલી સવારે 5 વાગ્યાની આસપાસ અજાણ્યા વાહન ચાલકે ઈસ્કોન બ્રિજ પરથી જતી મહિલાને ટક્કર મારી હતી, જેને કારણે મહિલાનું ઘટનાસ્થળે જ દુ:ખત મોત થયું છે.

મળતી માહિતી મુજબ, ઈસ્કોન બ્રિજ પર અજાણ્યા વાહનચાલકે મહિલાને અડફેટે લીધા હતા. આ ટક્કર એટલી જોરદાર હતી કે, મહિલા 10 ફૂટથી વધુ દૂર ઊછળીને પટકાય હતી. ત્યારબાદ વાહનચાલક ત્યાંથી ભાગી ગયો હતો. એક રાહદારીએ હિટ એન્ડ રન વિશેની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડીને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી વધુ કાર્યવાહી શરુ કરી છે.

અત્રે ઉલેખનીય છે કે, થોડા મહિના અગાઉ જ રાત્રે 12:30 વાગે અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. જેમાં i20 કાર ફૂટપાથ પર સૂતેલા લોકો પર ફરી વળતા એક મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય 4 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં હતા. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. જો કે, અકસ્માત બાદ i20 કારમાં બેઠેલા લોકો ભાગી ગયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *