ગરબા રમતા રમતા જ ધબકારા ચુકી ગયું હૃદય- અમદાવાદના વટવામાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન

Published on Trishul News at 11:30 AM, Sat, 21 October 2023

Last modified on October 21st, 2023 at 11:47 AM

Youth dies of heart attack in Ahmedabad: ગુજરાત (Gujarat) રાજ્ય સહિત સમગ્ર દેશ અને દુનિયામાં હાર્ટ એટેક (Heart attack)ને કારણે અનેક લોકોના મોત નીપજી રહ્યા છે. જેમાં ક્રિકેટ પ્લેયરોથી માંડીને અનેક સ્ટાર્સ અને આમ જનતાના હાર્ટ એટેકના કારણે મોતના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો યુવાનોમાં સતત હાર્ટ એટેકના પ્રમાણમાં વધારો થઇ રહ્યો છે.

હાલ યુવાનોમાં હાર્ટ એટેકના પ્રમાણમાં ભયજનક ઉછાળો આવ્યો છે. ઘણા કારણો હોય છે જેવા કે,લગ્નમાં નાચતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે તેઓને હાર્ટ એટેક(Youth dies of heart attack) આવવાની સાથે જ સ્થળ પર જ મૃત્યુના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે.

હાર્ટ એટેકના પ્રમાણમાં  સતત વધારો નોધાય રહ્યો છે, ત્યારે કોઈ પણ પ્રકારની બિમારી ન હોય તેમ છતાં અનેક લોકો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. ક્રિકેટ રમતી વખતે, લગ્નમાં નાચતી વખતે કે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ ઘટનમાં સ્થળે મૃત્યુના કિસ્સાઓ વધારો થઇ રહ્યો છે. ત્યારે હાર્ટ એટેકના કારણે મોતના વધુ એક બનાવો સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર  ગુજરાત રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં હાર્ટ એટેકને કારણે બે યુવાનોના મોત થયા છે.

અમદાવાદમાં 28 વર્ષીય યુવકને હાર્ટ એટેક આવતા ઘટના સ્થળે જ મોત થયું છે. મળતી માહિતી અનુસાર, અમદાવાદના વટવા વિસ્તારમાં રહેલા 28 વર્ષીય રવિ પંચાલ નામનો યુવક ગઈકાલે ગરબે રમતા-રમતા અચાનક જ ઢળી પડ્યો હતો. જે બાદ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ડોક્ટરે રવિ પંચાલનું હાર્ટ એટેકના કારણે મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. આ દુઃખદ સમાચાર મળતા જ પરિવારની માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. હાર્ટ એટેકથી અકાળે 28 વર્ષીય યુવકનું અવસાન થતાં પરિવારમાં મોતમ છવાયો છે.

હાર્ટ એટેકથી મોતનો બનાવ રાજકોટના ધોરાજીમાં પણ બન્યો છે. ધોરાજીમાં પણ 28 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત થયું છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ ઉત્તરપ્રદેશના ફતેપુર જિલ્લાનો વતની આશુકુમાર દિનેશભાઈ સોનકાર (ઉં.વ 28) ધોરાજીમાં ભાદર 2 ડેમના પાટીયાનું સમારકામ કરી રહ્યો હતો. ડેમના પાટિયાનું સમારકામ કામ કરતી વખતે આશુ અચાનક ઢળી પડ્યો હતો. બનાવ બન્યા બાદ આશુને ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.

અત્રે ઉલેખનીય છે કે, ગઈકાલે પણ સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં(youth death heart attack in Surat) ટ્રક ડ્રાયવરનું શંકાસ્પદ હાર્ટ અટેકમાં મોત નીપજતા પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. યુવકના મોતના પગલે બે બાળકોએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી છે. જ્યારે પત્ની પણ હાલ ગર્ભવતી છે. ઈચ્છાપોર વિસ્તારમાં આવેલી કંપનીમાં યુવક ટ્રક લઈ આવ્યો હતો, જ્યાં નો એન્ટ્રી હોવાના કારણે ગેટથી દૂર તેણે પોતાનું વાહન પાર્ક કરી ડ્રાયવર સીટના સ્ટેયરિંગ પર માથું મૂકી સુઈ ગયો હતો. જયારે સિક્યોરિટી ગાર્ડને યુવક બેભાન અવસ્થામાં મળી આવતા તાત્કાલિક તેને નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.ત્યાં ફરજ પર હાજર ડોકટરે આ યુવકને મૃત જાહેર કર્યો હતો.

Be the first to comment on "ગરબા રમતા રમતા જ ધબકારા ચુકી ગયું હૃદય- અમદાવાદના વટવામાં 28 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી નિધન"

Leave a comment

Your email address will not be published.


*