દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર: ભગવાનરૂપી ડોક્ટરોએ અત્યાધુનિક લેઝર મશીનથી સર્જરી કરીને મહિલાને આપ્યું નવજીવન

Published on Trishul News at 6:15 PM, Thu, 5 October 2023

Last modified on October 5th, 2023 at 6:15 PM

doctors gave life to a woman in surat: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જટિલ સર્જરી કરવામાં સર્જીકલ વિભાગના ડોકટરોએ સફળતા મેળવી છે. એસિડ પીવાના કારણે બે મહિલાઓની ખરાબ થયેલી અન્નનળીનું સ્વરપેટી કાઢ્યા વિના ઓપરેશન કરીને તેમાં જામેલા ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર કરવામાં નવી સિવિલના તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ફો.ગણેશ ગોવેકરના જણાવ્યાનુસાર,નવી સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગના હેડ ડો.નિમેષ વર્માની ટીમ દ્વારા એસિડ પીનાર બે મહિલાઓની જટિલ સર્જરી કરવામાં આવી હતી. એસિડ પીવાના કારણે ફાઈબ્રોસિસ થઈ જતા અન્નનળી બંધ થઇ જતી હોય છે, જેના કારણે દર્દી ખોરાક લઈ શકતો નથી. દર્દીના શરીરમાં ખોરાક પહોંચાડવા સર્જરી કરીને મુખની નળી સાથે મોટુ આંતરડુ જોડવામાં આવતુ હતું. જે માટે સ્વરપેટી પણ કાઢી નાખવામાં આવતી હતી. દર્દી બચી જાય છે, પરંતુ સ્વરપેટી વિના તે જીવનભર બોલી શકતો નથી.

અત્યાધુનિક લેઝર મશીનથી સ્વર પેટી કાઢ્યા વિના સર્જરી શક્ય બની છે. નવી સિવિલમાં સિવિલમાં નવા લેઝર મશીન આવવાના કારણે હવે બે મહિલાઓની લેઝર મશીન દ્વારા સફળ સર્જરી કરવામાં તબીબોને સફળતા પ્રાપ્ત થઈ છે.વધુમાં ડો.ગણેશ ગોવેકરે જણાવ્યું કે, લેઝર મશીનથી દર્દીની અન્નનળીને ખોલવામાં આવે છે, જેના કારણે સ્વરપેટી કાઢવામાં આવતી નથી. અગાઉ આવા ઓપરેશનો અમદાવાદ અને મુંબઈમાં થતા હતા. પરંતુ લેઝર મશીન આવવાના કારણે એસિડ પીનાર દર્દીઓની નવી સિવિલમાં જ સર્જરી શક્ય બની છે.

આ મશીનથી ફાઈબ્રોસિસના ટીસ્યુ દૂર થતા દર્દીને ઝડપભેર સ્વસ્થ થઈ જાય છે. એસિડ પીવાના કારણે એક મહિલાની થોડા સમય પહેલા સફળ સર્જરી કરવામાં આવી હતી. જે સ્વસ્થ થઈ જતા રજા આપવામાં આવી છે, જ્યારે આજે વધુ એક મહિલાની લેઝર મશીનથી સફળ સર્જરી કરવામાં આવી છે, મહિલાની સ્વાસ્થ્ય સુધારા પર છે. એક સપ્તાહ બાદ એન્ડોસ્કોપી કરી યોગ્ય જણાયે તેને રજા અપાશે.

Be the first to comment on "દક્ષિણ ગુજરાતમાં પ્રથમવાર: ભગવાનરૂપી ડોક્ટરોએ અત્યાધુનિક લેઝર મશીનથી સર્જરી કરીને મહિલાને આપ્યું નવજીવન"

Leave a comment

Your email address will not be published.


*