290 People Died Due To Heat Wave In 10 Years, Gujarat: ગુજરાત રાજ્યના 10 શહેરોમાં સોમવારે તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર નોધાયો હતો. ત્યારે હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા હીટવેવની ચેતવણી (Heatwave warning) આપી લોકોને સાવચેત રહેવા માટે પણ જણાવવામાં આવ્યું છે. જો આપણે એક નઝર છેલ્લા 10 વર્ષમાં હીટવેવના કારણે મૃત્યુ પામેલાના આંક પર કરીએ તો હીટવેવને હળવાશથી લેવાની જરૂર નથી.
મેળલી માહિતી અનુસાર ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં હીટવેવના કારણે 290 લોકોના મૃત્યુ થયા હોવાનું નોધાયું છે. 290 લોકો માંથી 239 પુરૂષ છે. આ ખુલાસો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના 2011થી 2021 સુધીના એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના સંકલિત આંકડામાં થયો છે.
હીટવેવને કારણે છેલ્લાં 10 વર્ષમાં 290 લોકોનાં મૃત્યુ
મળેલી માહિતી અનુસાર વર્ષ 2015માં સૌથી વધારે 52 લોકોના મૃત્યુ થયા હતા, જ્યારે વર્ષ 2014માં 45 લોકોના મૃત્યુ થયા હતા. સરકારે લોકસભામાં માહિતી આપી હતી કે, વર્ષ 2022માં ગુજરાતમાં હીટવેવનું પ્રમાણ સરેરાશ 8 દિવસ હતું. વર્ષ 2021માં એક પણ દિવસ હીટવેવની અસર જોવા ન મળી હતી. જ્યારે વર્ષ 2019માં સરેરાશ 4 દિવસ હીટવેવની અસર હતી. ગુજરાત રાજ્યમાં 8 સ્ટેશન પર હીટવેવનું પ્રમાણ નોંધવામાં આવે છે.
2015માં હીટ સ્ટ્રોકથી સૌથી વધારે 52 મૃત્યુ થયા હતા
મહાનગર પાલિકા વિસ્તારોમાં ચાર લોકો વચ્ચે એક વૃક્ષ હોવાનો અંદાજ
ગરમીના પરામાં સતત વધારો થતા ગામડાઓમાં હવે છાંયડો ચર્ચામાં છે. ગુજરાત રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં અંદાજે 10 લાખથી વધારે વૃક્ષો વિકાસના નામે કાપી નખાયા છે. જો વાત સરકારના આંકડાઓ મુજબ કરવામાં આવે તો વર્ષ 2003 ની પહેલી વૃક્ષ ગણતરીથી વર્ષ 2021 ની ગણતરી દરમિયાન સમગ્ર રાજ્યના જંગલ બહારના ગ્રામ્ય વિસ્તારોમાં 15 કરોડ વૃક્ષોનો વધારો થયો છે. મળેલી માહિતી અનુસાર વર્ષ 2003માં પ્રતિ વ્યક્તિ 5 વૃક્ષ હતા અને વર્ષ 2021માં આ આકડો 6.50 સુધી પહોંચ્યા છે.
સુરેન્દ્રનગરમાં વૃક્ષોની ગીચતા સૌથી ઓછી તો આણંદમાં સૌથી વધારે
જો વાત અમદાવાદની કરવામાં આવે તો 10 વ્યક્તિ વચ્ચે માત્ર એકજ વૃક્ષ છે. ત્યારે વૃક્ષોની સૌથી વધારે ગીચતા આણંદ જિલ્લામાં નોધાય છે. જો વાત કરવામાં આવે તો સૌથી ઓછા વૃક્ષો સુરેન્દ્રનગરમાં નોધાયા છે. વિધાનસભામાં સરકારે કબૂલાત કરી હતી કે વર્ષ 2018 અને 2019ના બે વર્ષમાં કુલ 1.80 લાખ વૃક્ષો કપાયા હતા. જેમાંથી 37 ટકા વૃક્ષો અમદાવાદ, કચ્છ અને મહેસાણા જિલ્લામાં હતા.
નડિયાદ, નવસારી, આણંદ, તાપી, ડાંગ,પંચમહાલ, મહેસાણા, ગાંધીનગર, વલસાડ, વડોદરામાં પ્રતિ હેક્ટર 50થી વધુ વૃક્ષ ધરાવતા જિલ્લાઓ છે, જયારે પ્રતિ હેક્ટર 10 વૃક્ષથી ઓછા હોય એવા જિલ્લાઓમાં જામનગર, અમદાવાદ સામેલ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.