સુરત(Surat): શહેરના કતારગામ(Katargam)માં રહેતા યુવકને મહાનગર પાલિકા ક્લાર્ક(Clark)ની નોકરીની લાલચ આપીને રૂપિયા 3.50 લાખ પડાવનાર ગઠીયાની કતારગામ પોલીસ(Katargam Police) દ્વારા ધરપકડ કરવામાં આવી છે.
શહેરના કતારગામ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર, પુણા ગામમાં કલ્યાણનગર સોસાયટીમાં રહેતા અજય ભરત વાઘેલા કતારગામમાં નોકરી કરે છે. આ સમય દરમિયાન તેમની ઓળખાણ આરોપી અરવિંદ ઉર્ફ અભિ મનજી મકવાણા સાથે થઈ ચુકી હતી.
અરવિંદે અજયને જણાવતા કહ્યું હતું કે, તે કોર્ટમાં જજ સાહેબના આસિસ્ટન્ટ તરીકે નોકરી કરી રહ્યો છે. મહાનગર પાલિકામાં સારી એવી ઓળખાણ છે. જેને કારણે તે નોકરી અપાવી દેશે પરંતુ તે માટે વ્યવહાર કરવો પડશે. અજય અરવિંદની આ લાલચી વાતોમાં ફસાઈ ગયો હતો અને આરોપી અરવિંદને રૂપિયા 3.50 લાખ રોકડા આપી દીધા હતા. સાથે જ અરવિંદ દ્વારા બોગસ કોલ લેટર પણ આપવામાં આવ્યો હતો. પરંતુ ઠગબાજે અરવિંદે નોકરી અપાવી ન હતી અને રૂપિયા પણ પાછા આપ્યા નહતા.
જેને કારણે અજયે આરોપી અરવિંદ વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ દાખલ કરાવી હતી. કતારગામ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા આરોપી અરવિંદ ઉર્ફ અભી મનજી મકવાણા(રહે. ખારી ગામ,સિહોર.ભાવનગર)ની ધરપકડ કરી લેવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.