સુરત(Surat): દાણચોરી (smuggling)ની ઘટનાઓ અવાર નવાર સામે આવતી જ રહે છે. ત્યારે હાલ વધુ એક ઘટના સામે આવી છે. સુરત સેઝ સચિન ખાતે આયાત કરાયેલા કન્ટેનરમાં સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ(Stainless steel bracelet) હોવાનું કંપનીએ બતાવ્યું હતું, જેની ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (Directorate of Revenue Intelligence)એ તપાસ કરતા તેમાંથી 3 કિલો સોનું(Gold), 122 કેરેટ ડાયમંડ(Diamond), પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો(Branded watches) મળી આવ્યાં હતાં. ડીઆરઆઈએ જપ્ત કરેલા દાણચોરીના આ માલસામાનની કિંમત 200 કરોડથી વધુની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
આ અંગે માહિતી મળતા તપાસ કરવામાં આવી હતી, ત્યારે આ ખુલાસો થયો હતો. ડીઆરઆઈ સુરત પ્રાદેશિક એકમના અધિકારીઓને માહિતી મળી હતી કે, એક જ્વેલરી યુનિટ સ્ટેનલેસ સ્ટીલ બ્રેસલેટ તરીકે ખોટી જાહેરાત કરી સુરત સેઝ સચિન ખાતેથી ભારતમાં સોના, હીરા અને બ્રાન્ડેડ ઘડિયાળો જેવી સામગ્રીની દાણચોરી કરવા પ્રયાસ કરી રહ્યું છે. વિદેશથી મગાવેલા આ કન્ટેનરમાં છુપાવેલી વસ્તુઓને કસ્ટમ ડ્યૂટીથી બચાવીને સેઝ બહાર નીકાળવાનો પ્રયાસ કરાયો હતો.
અધિકારીઓને મળેલી માહિતીની આધારે તેઓએ માલની ઓળખ કરી હતી, તેમજ તેને ટ્રેક કર્યો હતો. આ પછી માલસામાનની તપાસ હાથ ધરતા તેમાંથી એક કિલો સોનાના 3 બિસ્કિટ, 122 કેરેટ વજનના હીરા, રોલેક્સ અને કાર્ટિયર બ્રાન્ડ્સની 3 પ્રીમિયમ બ્રાન્ડેડ ઘડિયાળો, ડાયલ્સ, સ્ટ્રેપ વગેરે જેવી બ્રાન્ડેડ ઘડિયાળોના ભાગો સહિતનો અંદાજે રૂ. 1.75 કરોડનો માલ જપ્ત કરાયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.