VNSGUની પરીક્ષામાં વિદ્યાર્થીઓને ATKT વધુ આવતા પેપર પેટર્ન બદલવા વિચારણા

Consideration of changing paper pattern in VNSGU: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમર્સ ચોથા સેમેસ્ટર ની ATKT નું રિજલ્ટ જાહેર કારાયું હતું..જે ચિંતાજનક…

Consideration of changing paper pattern in VNSGU: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ કોમર્સ ચોથા સેમેસ્ટર ની ATKT નું રિજલ્ટ જાહેર કારાયું હતું..જે ચિંતાજનક છે..વધુ એટી કેટી આવતા વિદ્યાર્થીઓ ને આગળ વધવામાં મુશ્કેલી થઈ રહી છે..જેથી પેપર ની રીત માં ફેર બદલ કરવા વિચારણા(Consideration of changing paper pattern in VNSGU) કરવામાં આવી રહી છે

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ની સતત વધતી જતી ATKT થી આગળ વધવામાં તકલીફ થઈ રહી છે..વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ઓક્ટોબર મહિનામાં બેચલર ઓફ કોમર્સની ફોર્થ સેમેસ્ટરની ATKT નું રિઝલ્ટ જાહેર કરયું છે. જે પરીક્ષામાં 7598માંથી 5418 વિદ્યાર્થી નાપાસ થયા છે, જ્યારે 1868 વિદ્યાર્થી પાસ થયા છે. આમ રિઝલ્ટ 24.59% આવ્યું છે.

પાસ થનાર 1868માંથી 13 વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ વીથ ડિસ્ટ્રિક્શન, 728 વિદ્યાર્થી ફર્સ્ટ ક્લાસ, 1117 સેકેન્ડ ક્લાસમાં અને 10 વિદ્યાર્થી પાસ ક્લાસમાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરીક્ષામાં 258 વિદ્યાર્થી એપશન્ટ રહ્યા હતા અને 42 વિદ્યાર્થીના ફોર્મ કેન્સલ થયા છે. ઉપરાંત 10 વિદ્યાર્થી ગેરરીતિમાં પકડાયા હોય અને તેમનું હિયરિંગ બાકી હોવાથી તેઓના રિઝલ્ટ પેન્ડિંગ રખાયા છે.

ATKT ની પરીક્ષા યુનિવર્સિટી માર્ચ અને એપ્રિલ મહિનામાં યોજનારી છે. બેચલર ઓફ કોમર્સની સેકેન્ડ અને ફોર્થ સેમેસ્ટરના રિઝલ્ટને જોતા પેપર પેર્ટનમાં ફેરફાર કરવામાં આવશે..હાલમાં જે પેપર પેર્ટન રેગ્યુલર પરીક્ષામાં અમલમાં મૂકવામાં આવી છે તે જ પેપર પેર્ટન ATKT ની પરીક્ષામાં અમલમાં મૂકાશે. જેમાં 50 માર્ક્સની પરીક્ષામાં 15 માર્ક્સના એમસીક્યૂ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *