સુરત(ગુજરાત): માહિતીના આધારે, દારૂના કેસમાં ઇચ્છાપોર પાલ-ભાઠા અને અડાજણમાંથી પોલીસે વોન્ટેડ ઈશ્વર મારવાડીનો વિદેશી દારૂનો મોટો જથ્થો પકડીને 3 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે 2 કાર, 1 બાઇક અને 1 મોપેડ સહિત 11 લાખ રૂપિયાથી વધુનો માલ જપ્ત કર્યું હતું. તેની સાથે જ દારૂ મોકલનાર અને મગાવનાર સહિત અનેકને વોન્ટેડ જાહેર કર્યા છે.
પોલીસને ચોક્કસ માહિતી મળતા જ પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે 468 વિદેશી દારૂની બોટલ પાલ-ભાઠાની રસરાજ રેસિડેન્સીમાં અને અડાજણ ગણેશ કૃપા સોસાયટી સામેના જાહેર રોડ પર પાર્ક કરેલ કારમાંથી પકડી પાડી હતી. પોલીસ દારૂના જથ્થા સાથે ઈશ્વર મારવાડી સહિત બે વ્યક્તિની ધડપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, દારૂનો જથ્થો મગાવનાર રાજેશ સિંધી, મોકલનાર પુણા પરવટ પાટિયાના રાકેશ મારવાડીને વોન્ટેડ જાહેર કર્યા હતાં.
પોલીસે એક સ્વીફ્ટ કાર નંબર GJ5CK1753, એક ઇકો કાર નંબર GJ5RH3546, એક હોન્ડા સાઈન બાઇક નંબર GJ5SQ8638 અને એક મોપેડ GJ5HG1074 ને જપ્ત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી 5 મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. ઇચ્છાપોર પોલીસ સ્ટેશનમાં તમામ વિરુધ ગુનો નોંધી વોન્ટેડ આરોપીઓની શોધખોળ શરુ કરી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના ઈશ્વર રાવત વિરુધ 4 ગુના નોંધાયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.