અતિભારે વરસાદને કારણે ચેકડેમો ઓવરફલો થતા કેટલાક યુવાનો તેમજ લોકો ન્હાવા માટે પાણીમાં પડતા હોય છે ત્યારે ઘણીવાર લોકો ડૂબી ગયાની ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે હાલમાં પણ આવી જ એક ઘટના સામે આવી છે. રાજકોટ જિલ્લાના શાપર વેરાવળમાં આવેલ કાંગશીયાળી ગામમાં ચેકડેમમાં ન્હાવા પડેલ 5 લોકો પૈકી કુલ 3 યુવતીના મોત થતા વાતાવરણ શોકમય બની ગયું હતું.
ઘટનાની જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ તથા ફાયરબ્રિગેડ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. ચેક ડેમમાં એકસાથે કુલ 5 લોકો નહાવા માટે પડ્યા હતા. જેમાંથી કુલ ૩ યુવતીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. દેવીપૂજક પરિવારની 18 વર્ષીય કોમલ દેવીપૂજક, 24 વર્ષીય સોનલ તેમજ 35 વર્ષીય મિઢુરબેનનું પણ મોત નથયું છે.
જો કે, આ ત્રણેય યુવતીઓ કેવી રીતે અચાનક ડૂબી ગઈ તેને લઈ ખુબ ચર્ચા ચાલી રહી હતી. જો કે, ફાયર વિભાગ દ્વારા અન્ય 2 મહિલાને સલામત રીતે બહાર કાઢવામાં આવી હતી. ત્રણેય યુવતીઓના મોતની જાણ પરિવારને કરવામાં આવી હતી.
ત્રણેયના પરિવારમાં એકાએક માતમનું વાતાવરણ છવાઈ ગયું છે. રાજકોટમાં વિઠલાણી પરિવારમાં એકના એક દિકરાના મોતથી શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. 13 વર્ષીય દિકરાનું સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી મોત નીપજ્યું છે. રાજકોટ જિલ્લામાં આવેલ કાલાવડ રોડ પર એક ખુબ પ્રખ્યાત ક્લબ છે.
એમેરાલ્ડ નામના ક્લબના સ્વિમિંગ પુલમાં એર ટ્યુબના આધારે ન્હાવા માટે 13 વર્ષીય દિકરો ગયો હતો. જેનું નામ મૌર્ય હતું. મૌર્ય સાથે આવી દુર્ઘટના સર્જાશે તેવું કલ્પનામાં પણ કોઈએ વિચાર્યું ન હતું. આનંદ માણવા માટે ઊંડા સ્વિમિંગ પુલમાં એર ટ્યુબના આધારે મૌર્ય સ્વિમિંગ કરી રહ્યો હતો.
જો કે, પરિવાર પણ સ્વિમિંગ પુલમાં પડ્યો હતો. અચાનક એવું તો શું થયું કે, ટ્યુબના આધારે સ્વિમિંગ કરતો મૌર્ય પાણીમાં ડૂબી ગયો હતો. પરિવારજનોને જાણ થતાની સાથે જ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પરિવારના એકને એક ચિરાગ 13 વર્ષીય મૌર્યને લઈ તેમના પિતા નિકેશભાઈ રાજકોટ હોસ્પિટલમાં લઈ ગયા હતા.
હાજર તબીબો દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો હતો. આંનદનો અનુભવ થોડીક્ષણમાં શોકમાં બદલાઈ ગયો છે. પરિવારનો એકને એક લાડકો દુનિયા છોડીને જતો રહ્યો છે. આમ તો પરિવાર માટે હજુ પણ વાત ગળે ઉતરે તેવી નથી. તેમની માતા ક્યારેય પણ આ વાત ગળે ઉતારી પણ શકશે નહીં.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.