રાજ્યમાંથી અવારનવાર મહિલાઓ સાથે થઈ રહેલ શારીરિક અત્યાચારની ઘટનાઓ સામે આવતી હોય છે. આરોપીઓ ખુલ્લેઆમ રખડતા હોય છે. હાલમાં એક ઘટના સમેઆવી છે. રાજ્યના પંચમહાલ જિલ્લામાં સ્કૂલમાં ગયેલ વિદ્યાર્થિનીની છેડતી કરનાર 3 યુવાનોને નિર્વસ્ત્ર કરીને ગ્રામજનો દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.
આની સાથે જ સગીર વિદ્યાર્થિનીની પિતાની ફરિયાદના આધારે 3 યુવાનો વિરુદ્ધ છેડતી તેમજ પોક્સો એક્ટ અંતર્ગત ગુનો નોંધીને પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ 3 યુવાનોને ઢોર માર મારનાર સગીરાના દાદા, પિતા, કાકા તથા અન્ય 3 શખસો વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
યુવાનોએ સગીરા પાસેથી મોબાઇલ નંબર માગીને છેડતી કરી:
શહેરા તાલુકાના એક ગામની 2 વિદ્યાર્થિનીઓ ધોરણ-9 તથા 11માં અભ્યાસ કરે છે. કોરોનાને લીધે થોડા સમય અગાઉ રાજ્ય સરકાર દ્વારા શાળાઓ શરૂ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, જેથી બંને વિદ્યાર્થિનીઓ અભ્યાસ માટે શાળાએ ગઇ હતી તેમજ બપોરે 12 વાગ્યે શાળાથી છૂટતાં પોતાના ઘરે પાછી ફરી રહી હતી.
આ સમયે જંગલ વિસ્તાર નજીક આવેલ માર્ગ પરથી પસાર થઇ રહી હતી ત્યારે શહેરાના વિજાપુર ગામનો અનિલ ઉર્ફે ઈનો રતિલાલ લુહાર, મીઠાલી ગામના નિતેશ વિનોદભાઈ રાવત તથા જીતેન્દ્રએ ધોરણ 9માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા પાસે મોબાઇલ નંબરની માગ કરીને છેડતી કરવામાં આવી હતી.
યુવાનોએ બંને વિદ્યાર્થિનીને ધમકી આપી:
બીજી વિદ્યાર્થિનીએ યુવાનોને આવુ ન કરવા કહેતા તેને પણ પતાવી દેવાની તેમજ સગીરાને ભગાડવાની ધમકી આપવામાં આવી હતી. જેને લીધે વિદ્યાર્થિનીઓ ગભરાઇને પોતાના ઘરે આવી ગઇ હતી. 14 વર્ષની સગીરાએ સમગ્ર ઘટના અંગેની જાણ તેની માતાને વાકેફ કરતા મહિલાએ પતિને જાણ કરતા ગુસ્સામાં આવી અનિલ ઉર્ફે રતિલાલ લુહારને શોધવા જતા રસ્તામાં જ તેનો ભેટો થતા છોકરીની છેડતી કેમ કરી તેમ કહીને મારવા લાગ્યા હતા.
સગીરાના પરિવારે 3 યુવાનોને નિર્વસ્ત્ર કરી ઢોર માર માર્યો:
ત્યારપછી તેના બીજા 2 મિત્રો કે, જેઓ આ છેડતીમાં સામેલ હતા, તેઓને ફોન કરીને પસનાલ ચોકડી પર બોલાવાનું કહ્યું હોવાથી બંને મિત્રો ત્યાં આવી ગયા હતા ત્યારે એક ઇસમે તેની સફેદ ગાડીમાં અનિલ ઉર્ફે ઈનોને પણ ત્યાં લઇ જઇને ત્રણેય યુવાનને ઢોરમાર માર્યો હતો.
ત્યારપછી પણ તેઓની ગુસ્સો ઓછો ન થતાં ગામની કોઈ અજાણી જગ્યાએ લઇ જઇને ત્રણેય યુવાનોને નિર્વસ્ત્ર કરીને લાકડી, ડંડા તેમજ બેલ્ટ જેવા હથિયારો તથા ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી.
ત્રણેય યુવાનો વિરુદ્ધ છેડતી-પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો:
આ ઘટનાની જાણ ખાંડીયા સરપંચને થતાંની સાથે જ તેઓએ ત્રણેય યુવાનોને બચાવીને શહેરા પોલીસને જાણ કરતાસ પોલીસે ગંભીરતા જાણીને તાત્કાલિક ત્યાં પહોંચીને એમ્બ્યુલન્સમાં ઇજાગ્રસ્ત યુવાનોને સરકારી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
જો કે, 14 વર્ષની સગીરાની છેડતી કરનાર 3 યુવાનોને નિર્વસ્ત્ર કરીને ઢોર માર મારવાની ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. સગીરાના પિતાની ફરિયાદને આધારે પોલીસ દ્વારા ત્રણેય યુવાનો વિરુદ્ધ છેડતી અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
સગીરાના દાદા, પિતા, કાકા અને અન્ય 3 ઈસમો વિરુદ્ધ નોંધાઈ ફરિયાદ:
જયારે સામે પક્ષે પણ 3 યુવાનો પૈકી અનિલ ઉર્ફે ઈનોએ પોતે નિર્દોષ હોવાનું કહીને સગીરાના દાદા, પિતા, કાકા અને બીજા 3 ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલના તબક્કે યુવાનો પોલીસની નજરમાં હેઠળ સારવારમાં છે તેમજ સારવાર પૂર્ણ થયા પછી ગાઇડલાઇન પ્રમાણે તેઓની ધરપકડ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.