કોરોનાને લઈને હજુ પણ ઘણા સુરતી લાલાઓ ગંભીર નથી અને શેરી મહોલ્લામાં ગ્રુપ મીટીંગ અને પાર્ટી પ્રોગ્રામ કરી રહ્યા છે. ઘરમાં રહેવાને બદલે હજુ પણ બેદરકાર લોકો કોરોના ના સંભવિત ખતરાને લઈને ફ્રી રહ્યા છે જેને કોરોના આતંકી પણ કહી શકાય કારણકે આવા તત્વો જ કોરોના વાયરસનું વહન કરતા હોય છે. ત્યારે સુરત પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં ડ્રોન કેમેરા ઉડાવીને શેરી અને રસ્તાઓ પર લોકડાઉન ભંગ કરી રહેલા લોકો ને કાશ્મીરમાં જેમ આર્મી ના જવાનો આતંકીઓને ઝડપે છે તે રીતે ઝડપી લઈને લોકડાઉન ભંગ કરી રહેલા લોકોને કડક સંદેશો આપ્યો છે.
પ્રાપ્ત થતી વિગતો અનુસાર સુરત ક્રાઇમબ્રાન્ચ દ્વરા ડ્રોનની મદદથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 ગુના દાખલ કરી 30 લોકો ની ધરપકડ છે. સુરતના લીંબાયત માં 2 કેસ પાંડેસરા પોલીસ સ્ટેશનમાં માં 1 કેસ, ખટોદરા પોલીસ મથકમાં 1 કેસ, રાંદેર પોલીસ મથક માં 2 કેસ જયારે અડાજણ પોલીસ મથકમાં 1 કેસ દાખલ કરાયો હોવાની વિગતો સામે આવી છે.
સુરત શહેરના ઘરમાં બેસી લોકડાઉન નું પાલન કરતા લોકો માટે ખાસ ત્રિશુલ ન્યુઝ બતાવશે, તમને સુરત શહેર નો ડ્રોન કેમરા વ્યુ. તમારા વિસ્તારના રસ્તા મોહલ્લા ને ગામ ને ત્રિશુલ ન્યૂઝ થકી એક્સલુસીવ દ્રશ્યો:
સુરત ના રસ્તાઓ ખાલી ખમ દેખાઈ રહ્યા હતા. સવાર સાંજ કાયમ ધબકતી શેરીઓ સુન્ન થઈ જતા સુરત શહેર ના ધબકારા થંભી ગયા હોય તેવા દ્રશ્યો ડ્રોન કેમરા માં કેદ થયા હતા. સુરત શહેર ના તમામ રસ્તા ઓ ખાલી ખમ જોવા મળ્યા હતા. સુરત ના કતારગામ, વેડ રોડ ડભોલી, ચોક બજાર, સીંગણપોર વિસ્તારના તમામ રસ્તા ઓ ખાલી ખમ જોવા મળ્યા હતા. માનવામાં આવી રહ્યું છે કે આ વિસ્તારમાં લોક ડાઉન ને લઈ હજારો રત્ન કલાકારો હિજરત કરી પોતાના વતન જતા રહ્યા હોય રસ્તા ઓ ખાલી ખમ જોવા મળી રહ્યા છે. અને અન્ય લોકો જાગૃતિને કારણે ઘરમાં જ બેસીને લોકડાઉનનું પાલન કરી રહ્યા છે.