Today Gold Silver Rates: વૈશ્વિક બજારમાં સોનામાં આવેલી તેજીની અસર ભારતીય વાયદા બજાર ઉપર પણ જોવા મળી હતી. 5 જૂન વાયદા માટે Multi Commodity Exchange of India Limited (MCX) પર સોનુ 59948.00 રૂપિયાની સપાટી પર બંધ થયું હતું. આ સમયે સોનામાં 529.00 રૂપિયા અથવા 0.89%ની તેજી જોવા મળી હતી. મંગળવારના રોજ કારોબારમાં સોનું 60064 રૂપિયાના ઉચ્ચ સ્તરે (Today Gold Silver Rates) પહોંચી ગયું હતું.
જો ક્રુઝની વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક બ્રેન્ટ ક્રૂડના ભાવ આજે 4.58 % ઘટીને 73.54 ડોલર પ્રતિ બેરલ જયારે WTI ક્રૂડની કિંમતમાં નજીવો વધારો થવા પામ્યો છે અને તે પ્રતિ બેરલ $69.48 પર ટ્રેડ થઈ રહ્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો વિદેશી બજારમાં અમેરિકન ચલણની મજબૂતીને કારણે મંગળવારના રોજ અમેરિકન ડોલર સામે રૂપિયો સાત પૈસા ઘટીને 82.70 પર બંધ થયો હતો.
વૈશ્વિક કોમોડિટી બજારની જાણો શું છે સ્થિતિ:
વાત કરવામાં આવે તો છેલ્લા સત્રથી સોનું $20 વધીને 1-સપ્તાહની ટોચે છે. જયારે ડોલર ઇન્ડેક્સમાં ઉપરના સ્તરેથી કરેક્શન છતાં 104ની નીચે છે. બેઝ મેટલ્સમાં ઘટાડો નોંધાયો છે. ઝિંક 2.2%, એલ્યુમિનિયમ અને નિકલ અડધા ટકા ઘટ્યા પછી બંધ થયા છે. LME કોપર $8100 ની નજીક લાલ રંગમાં બંધ થયા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ભાવની જાણો શું છે સ્થિતિ:
વાત કરવામાં આવે તો આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં 4%નો મોટો ઘટાડો નોંધાયો છે. યુએસ ક્રૂડ વાયદો $70ની નીચે, બ્રેન્ટ $74ની નીચે સરક્યો છે. યુએસ ડેટ મર્યાદા વધારવા માટેના કરારને પસાર કરવા અંગે મૂંઝવણ યથાવત છે. 5 જૂને યુએસ કોંગ્રેસ સમક્ષ હાજર થતાં પહેલાં મતભેદો. 4 જૂનના રોજ OPEC+ મીટિંગમાંથી ઉત્પાદન કાપ અંગે મિશ્ર પ્રતિસાદ. સાઉદી અરેબિયાએ ઉત્પાદનમાં કાપ મૂકવાની તૈયારી બતાવી છે જ્યારે રશિયા તરફથી ઘટાડાની કોઈ અપેક્ષા નથી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.