સુરત(Surat): સુરત મહાનગરપાલિકા(SMC)એ 5 વર્ષ પહેલા 4.10 કરોડમાં 2976 ક્રેડલ ટાઇપ સ્માર્ટ ડસ્ટબિન(Cradle type smart dustbin)ની ખરીદી કરી હતી. પરંતુ આ કચરાના ડબ્બાઓ હાલમાં ભંગાર બની ગયા છે. ત્યારે આ ભંગાર બની ગયેલ ડસ્ટબિનનું રવિવારે સ્વાભિમાન સંગઠન અને કામદાર એસોસિયેશને વિરોધ પ્રદર્શન યોજી કચરાપેટીની સ્મશાન યાત્રા, બેસણું, શોકસભા યોજી આરોગ્ય વિભાગને આ યાત્રામાં આમંત્રણ પણ આપ્યું હતું.
સ્માર્ટ સિટી-સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત કોમર્શીયલ એરિયામાં આ ડસ્ટબિન મુકવાની ગણતરી હતી, જેમાં હાલમાં ભાગ્યેજ જોવા મળી રહી છે. સ્માર્ટ સીટી ગણાતું સુરતમાં કચરાના ડબ્બાઓ હવે ભંગાર બની ગયા છે. તંત્ર દ્વારા કરવામાં આવેલ મસમોટા ખર્ચાઓનુ હવે ભંગારમાં પરિવર્તન થઇ રહ્યું છે.
પ્રશાસન દ્વારા 5-6 હજારના ડસ્ટબીન માટે 13,800 રૂપિયા ખર્ચ્યા હતા:
વર્ષ 2015માં એક ડસ્ટબિન 13,800ના ખર્ચે ખરીદવામાં આવી હતી. આ ડસ્ટબિનો એક નંગ 5-6 હજાર માં જ જાહેર માર્કેટમાં મળતી હોય છે. જેને કારણે આ કચરાના ડબ્બાઓમાં પણ તંત્ર દ્વારા મોટું કૌભાંડ થયું હતું આ અંગે વિપક્ષે ભારે વિરોધ નોંધાવ્યો હતો અને પ્રદર્શનો કાર્યક્રમ આપ્યા હતાં.
હર્ષ સંઘવીએ આ અંગે તપાસની માંગ કરી હતી:
સ્માર્ટ કચરાપેટીઓ ગોડાઉનમાં જોવા મળતાં ગયા વર્ષે ધારાસભ્ય હર્ષ સંઘવીએ સંકલનમાં મુદ્દો ઉઠાવી કચારાપેટીઓને હલકી ગુણવત્તાની ગણાવી તપાસ કરવાની માંગ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.