હાલમાં જયારે કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે આપને જણાવી દઈએ કે, કોરોના કરતાં પણ વધુ મોત માર્ગ અકસ્માતને લીધે થઈ રહ્યા છે. માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે હાલમાં પણ માર્ગ અકસ્માતની આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. આ અકસ્માતમાં ચાર મિત્રોના દર્દનાક મોત થયા છે.
ચારેય મિત્ર એક જ બાઈક પર સવારી કરીને જઈ રહ્યા હતા. આ દરમિયાન હાઈવે પર સિમેન્ટની બેગથી ભરેલ પુરઝડપે આવી રહેલ ટ્રકે અડફેટે લેતા બાઈક તેમજ 4 મિત્રો નીચે પડી ગયા હતા, જેમની ઉપર ટ્રકના ટાયર ફરી વળતાં ચારેય મિત્રના ઘટનાસ્થળ પર મોત થયા હતાં.
આ ઘટના એટલી ભયાનક હતી તે એ વાત પરથી અંદાજ લગાવી શકાય છે કે, કલાકોની જહેમત પછી લાશોને બહાર કાઢવામાં આવી હતી. ઘટના સર્જીને ટ્રાઈવર ટ્રક છોડીને ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ચારેય નાની ઉંમરના યુવાનોનાકરુણ મોત થયા છે. આ ચારેય યુવાનોના પરિવારજનોને આ સમાચાર મળતા આખા પરિવારના માથે દુઃખનો પહાડ તૂટી પડ્યો છે અને દરેક લોકો ગમગીન થયા છે.
આ દુર્ઘટનામાં 17 વર્ષીય રાહુલ, 23 વર્ષીય સાંવરારામ, 22 વર્ષીય સોનુ તથા 21 વર્ષીય અરવિંદના મોત થયા હતા. આ ચારેય મિત્રો એક બાઈક પર કોઈના લગ્ન પ્રસંગમાંથી ભાગ લઈ પાછાં આવી રહ્યા હતા. દુર્ઘટના પછી ઘટનાસ્થળ પર આવેલી પોલીસે મોડી રાત્રે જેસીબીથી ટ્રક વચ્ચે ફસાયેલ મૃતદેહોને બહાર કાઢ્યાં હતાં.
અરવિંદ ત્રણેયને છોડી પોતાના ગામ જવાનો હતો:
અરવિંદ લગ્નમાં ભાગ લીધા પછી તેના બાઈકમાં મિત્રોને છોડીને પોતાના ગામ તરફ જવાનો હતો પરંતુ માર્ગમાં તેના બાઈકની ટ્રક સાથે અકસ્માત સર્જાયો હતો.આની સાથે જ ખુબ મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આ ગમગીન ઘટના રાજસ્થાનમાં આવેલ નાગોરની છે જેમાં 4 મિત્રોના દર્દનાક મોત થયા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.