ભૂજ(Bhuj): રાજ્યમાં અવાર-નવાર અકસ્માત(Accident)ના કિસ્સાઓ બનતા રહે છે. આ વચ્ચે રાજસ્થાનના(Rajsthan) પાલી-સુમેરપુર હાઇવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં એક જ પરિવારના ચાર સભ્યોનું મોત થયું છે. પશુઓને બચાવવા જતા બેકાબૂ બનેલી કાર ડિવાઈડર ક્રોસ કરી ટ્રક સાથે ભટકાતા એક જ પરિવારના ચાર લોકોને કાળ ભરખી ગયો.
અકસ્માતમાં પતિ-પત્ની અને 2 બાળકોના મોત
મળતી માહિતી મુજબ, શુક્રવારે સાંજે 5.15 વાગ્યે રાજસ્થાના પાલી-સુમેરપુરના નેશનલ હાઈવે-62 પર ગુરુદ્વારા બીપી પેટ્રોલ પંપની સામે અકસ્માતની ઘટના બની હતી. પશુઓને બચાવવા જતા કાર ડિવાઈડર ક્રોસ કરીને ટ્રક સાથે અથડાઈ હતી.
જેમાં ભુજ એરફોર્સમાં તૈનાત જવાન ગુલાબસિંહ નેગી, તેની પત્ની અનિતા નેગી, પુત્ર અનિરુદ્ધ અને પુત્રીનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે કાર 20 ફૂટ કૂદ્યા બાદ ટ્રક સાથે અથડાઈ હતી. ચારેય મૃતદેહો કારના ક્ષતિગ્રસ્ત ભાગોમાં ફસાઈ ગયા હતા.
મહામહેનતે તેને બહાર કાઢવામાં આવ્યા હતા. મૃતદેહોને સુમેરપુરના શબઘરમાં રાખવામાં આવ્યા છે. રાજસ્થાન પોલીસના જણાવ્યા અનુસાર,એરફોર્સ કાર્ડના આધારે હતભાગી પરિવારની ઓળખ થઈ હતી. ગુલાબ સિંહને ભુજ એરફોર્સમાં ટેકનિકલ વિંગમાં પોસ્ટ કરવામાં આવ્યા હોવાનું કહેવાય છે.
જોકે ભુજ એરફોર્સે હજુ સુધી તેની પુષ્ટિ કરી નથી. પરિવાર બે દિવસ પહેલા તેમના ગામથી ભુજ આવવા નીકળ્યો હતો ત્યારે સાંડેરાવ-સુમેરપુર વચ્ચે ગુરુદ્વારા પાસે અચાનક ઢોર રસ્તા પર આવી ગયા. તેને બચાવવા જતા કાર બેકાબૂ થઈ અને આ કરુણ ઘટના સર્જાઈ હતી. એક જ પરિવાર ના 4 લોકોના મોત થતાં હાહાકાર મચી ગયો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.