ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓની શું છે હકીકત? ગુજરાત પોલીસે મોટો ધડાકો કરતા કહ્યું કે…

Gujarat Missing Women: ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા (Social media) સૌથી મોટું હથિયાર બની ગયું છે. પરંતુ તેના જેટલા ફાયદા છે તેના કરતા તો વધુ ગેરફાયદા છે. આપણે સૌ જાણીએ છીએ કે, સોશિયલ મીડિયા પર દરરોજ લાખો પ્રકારની માહિતી અને સમાચારો શેર કરવામાં આવે છે. જેમાંથી ઘણા સમાચારો અને માહિતી પાયાવિહોણાની હોય છે એટલે કે જેમાં કોઈ તથ્ય (Fake News) હોતું નથી. જેની કોઇપણ પ્રકારની તપાસણી કર્યા વગર જ ધડાધડ ફોરવર્ડ કરવામાં આવે છે. જ્યારે કોઇ ગંભીર બાબત સરકાર કે તંત્રના ધ્યાને આવે છે તો આ અંગે તે ચોક્ક્સ ખુલાસો આપે છે. ત્યારે આ અંગે ગુજરાત પોલીસ (Gujarat Police) દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.

ત્યારે તાજેતરમાં જ આવા એક સમાચાર ગુજરાતમાં વાયરલ થયા હતા જેને લઇને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. આ વાયરલ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં 40,000થી વધુ મહિલાઓ ગુમ થઈ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB)ના આંકડા મુજબ, વર્ષ 2016માં 7,105 મહિલાઓ, વર્ષ 2017માં 7,712, વર્ષ 2018માં 9,246 અને વર્ષ 2019માં 9,268 મહિલાઓ ગુમ થઈ હતી. જ્યારે વર્ષ 2020માં 8,290 મહિલાઓ ગુમ થઈ હોવાનું નોંધાયું હતું. એટલે કે, પાંચ વર્ષમાં મહિલાઓ ગુમ થવાની કુલ સંખ્યા 41,621 પર પહોંચી ગઈ છે.

મહત્વનું છે કે, હાલમાં અમુક સમાચાર માધ્યમોમાં Nation Crime Record Bureau (NCRB)ના આંકડાના હવાલાથી “ગુજરાતમાંથી છેલ્લા પાંચ વર્ષમાં 41 હજાર મહિલાઓ ગુમ થઇ” હોવાના સમાચાર વાયરલ થયા છે. ત્યારે આ માહિતી અધૂરી અને માટે ગેરમાર્ગે દોરનારી છે તેવું ગુજરાત પોલીસે જણાવ્યું છે.

આ વાયરલ થઇ રહેલા સમાચાર અધુરા હતા. જેને લઇને ગુજરાત પોલીસ દ્વારા ધડાકો કરતાં એક ટ્વીટ કરવામાં આવ્યું છે. જે ટ્વીટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, વર્ષ 2016-2020 માં ગુજરાતમાંથી 41621 મહિલાઓ ગુમ થઇ હતી. પરંતુ આ પૈકી 39497 મહિલાઓને (94.90%) પરત મળી આવી હતી અને તે મહિલાઓ તેમના પરીવાર સાથે છે. આ બંને આંકડાઓ પણ NCRB દ્વારા જાહેર કરવામાં આવેલ છે જેની ખરાઇ NCRBના પોર્ટર્લ પરથી પણ કરી શકાય છે. આમ જે સમાચાર અમુક માધ્યમોમાં પ્રકાશીત થયેલ છે તે અધૂરા અને ગેરમાર્ગે દોરનારા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *