ગઈકાલે તૌકતે વાવાઝોડાથી સમગ્ર ગુજરાતમાં ભારે તારાજી સર્જાઈ છે. આ દરમિયાન તૌકતેથી મોતનો આંકડો સૌથી વધુ ચોંકાવનારો છે. રાજ્યમાં વાવાઝોડાના કારણે મૃત્યુ આંકમાં ઘણો વધારો થયો છે. ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે મૃત્યુઆંક સીધો 45 પર પહોંચી ગયો છે. આ મૃત્યુ મકાન ધસી પડવાથી, કેટલાક ઝાડ પડવાથી દીવાલ તૂટવાથી, તો કેટલાક મોત કરંટ લાગવાથી થયા છે. વાવાઝોડાથી ગુજરાતમાં મકાન, દીવાલ ધસી પડવાના બનાવો બન્યા છે. જેનાથી આ મોત થયા છે. ચાલો ક્યા કેટલા મોત થયા તેના પર એક નજર કરીએ.
ખેડામાં 2 ના મોત (જેમા વીજ કરંટથી બંન્ને મૃત્યુ)
અમદાવાદમાં 5 મોત ( જેમાં વીજ કરંટથી 2, દીવાલ પડવાથી 2 અને છત પડવાથી 1 નુ મોત)
આણંદમાં 1 મૃત્યુ વીજ કરંટથી
અમરેલીમાં 15 મોત (જેમાં મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 13 મોત થયા)
ગીર સોમનાથમાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 1, દીવાલ પડવાથી 4 અને છત પડવાથી 1 મોત થયા)
ભાવનગરમાં 8 મોત (જેમાં ઝાડ પડવાથી 2, મકાન ધસી પડવાથી 2, દીવાલ પડવાથી 3, છત પડવાથી 1 મોત થયા)
નવસારીમાં 1 મૃત્યુ છત પડવાથી
રાજકોટમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી
પંચમહાલમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી
વલસાડમાં 1 મૃત્યુ દીવાલ પડવાથી
વડોદરામાં 1 મૃત્યુ (કોલમવાળો ટાવર પડી જવાથી)
સુરતમાં 1 મૃત્યુ ઝાડ પડી જવાથી
આ ઉપરાંત વાવાઝોડાના કારણે ગુજરાતમાં પશુઓના મોતના સમાચાર પણ સામે આવી રહ્યા છે. સમગ્ર ગુજરાતમાં 60 હજારથી વધારે વૃક્ષો તથા 70 હજારથી વધારે વીજ પોલ ધરાશાયી થયા હોવાનું સામે આવ્યું છે. 16 હજારથી વધારે કાચા-પાકા મકાનો પણ પડી ગયા. 200થી વધારે રોડને નુકસાન થયું જ્યારે 200થી વધારે ટ્રાન્સફોર્મર પણ ખોટકાઈ ગયા હતા.
તે જ સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે તૌકતેને કારણે થયેલા નુકસાનની સમીક્ષા કરવા ગુજરાત અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવના અસરગ્રસ્ત વિસ્તારોનો હવાઈ સર્વે કર્યો હતો. પીએમ મોદી આજે એક દિવસીય ગુજરાત રાઉન્ડ પર ચક્રવાતને કારણે થયેલા નુકસાનનો સમીક્ષા કરવા ભાવનગર પહોંચ્યા હતા જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમનું સ્વાગત કર્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.