સુરતમાં 48 લાખના અસલી હીરા ખરીદી ડુપ્લિકેટ હીરાની છેતરપિંડી કરનારો અંતે આવ્યો પોલીસની પકડમાં

સુરત(Surat): શહેરમાં અવારનવાર છેતરપીંડીના મામલા સામે આવતા રહેતા હોય છે અને પોલીસ પોતાના ચક્રોને ગતિમાન કરીને આ લોકોને પકડવામાં અંતે સફળતા મેળવે છે અને સમગ્ર ઘટનાનો અંતે ભેદ ઉકેલાય છે. ત્યારે ફરી સુરત પોલીસે હીરાની છેતરપિંડી કરતા એક આરોપીની ધરપકડ કરી છે.

હીરા ખરીદી કરવાનું કહીને 48 લાખ રૂપિયાના હીરા લઈ જઈ તેના સ્થાને અમેરિકન (નકલી) ડાયમંડ મુકીને છેતરપિંડી કરનારી ટોળકી પૈકી એક આરોપીની એસઓજી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. એસઓજીના ઇન્સ્પેક્ટર આર.એસ.સુવેરાએ જણાવ્યું હતું કે, મહિધરપુરામાં લાલ દરવાજા પાસે મોઢ વણિક શેરીમાં વેપારી ભરતકુમાર ગજાજી રાવલ પી.આર.ડાયમંડના નામથી હીરાનો વેપાર કરે છે.

ઓગસ્ટ 2021માં આરોપીઓ ધર્મેશ શાહ ઉર્ફે ધવલ વોરા, પ્રદિપ પટેલ, રમેશ થડેશ્વર થકાણ, રાહુલ કથેરિયા અને રાહુલ ચોકસી તથા ભરત દલાલે હીરા ખરીદવાનું કહીને વેપારી ભરતકુમાર રાવલને હીરા લઈને પોતાની ઓફિસે બોલાવ્યા હતા. ત્યાં બધાએ ભરતકુમારને વાતોમાં ભોળવી રાખીને નજર ચૂકવીને તેમની પાસેના ઓરિજનલ હીરા લઈને તેની સામે અમેકિન ડાયમંડ મુકી દીધા હતા. ઓરિજનલ હીરાની કિંમત 48 લાખ રૂપિયા હતી. ભરતકુમારે તમામ આરોપીઓ વિરુદ્ધ મહીધરપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

આ ગુનામાં તમામ આરોપીઓ ફરાર હતા. દરમિયાન એસઓજીને બાતમી મળી હતી કે, છેતરપિંડી કરનારી ટોળકી પૈકીનો આરોપી પ્રદીપ છગન પટેલ (સતાણી) મોટા વરાછામાં આવવાનો છે. આ બાતમીના આધારે એસઓજીએ આરોપી પ્રદિપ પટેલ (રહે.વૈભવલક્ષ્મી રેસિડેન્સી, મોટા વરાછ)ની ધરપકડ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *