50 crore fraud couple caught, Ahmedabad: ઉત્તર પ્રદેશના મનોજકુમાર લક્ષ્મીચંદ ચંદ અને તેની પત્ની બંધનાએ ઊંચા વળતરના બહાને ગુજરાતમાં જુદી જુદી કંપનીઓ ખોલીને 5000થી વધુ લોકોને 50 કરોડથી વધુની છેતરપિંડી (50 crore fraud Ahmedabad) કરી હતી. આ ગુના હેઠળ દંપતી 2018થી ફરાર હતું. ત્યારે CID ક્રાઈમે બંનેને ઉત્તર પ્રદેશના લખનૌથી પકડી પાડ્યા છે.
બંને 2018થી ફરાર હતા
વિશ્વામિત્ર સોશિયલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ, વિશ્વામિત્ર પ્રોડ્યુસર કંપની ગુજરાત ખાતે મનોજકુમાર અને તેમની પત્ની આ ટ્રસ્ટે ચાલુ કર્યું હતું.ઊંચા વળતરની લાલચ આપીને વિશ્વામિત્ર ઈન્ટરનેશનલ ઈન્ફ્રા લિમિટેડ નામની અલગ-અલગ કંપનીઓ બનાવી રોકાણકારોના નાણાં પરત કરવામાં આવ્યા ન હતા. બંને ગુજરાતમાં 5,000 થી વધુ લોકો સામેલ હતા, જેની અંદાજિત રકમ 50 કરોડથી વધુ છે. બાદમાં 2018થી બંને ફરાર થયા ગયા હતા.
બંનેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી.
CID ક્રાઈમબાચ હેઠળ, ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશન હેઠળ બનેને સામે કલમ 405, 409, 420, 120(b) હેઠળ IPC અને GPID એક્ટ 2003 ની કલમ 3 અને પ્રાઈઝ એન્ડ ચીટ મની સર્ક્યુલેશન (બેનિંગ) એક્ટ 1978 ની કલમ 3, 4 હેઠળ આવ્યા હતા. બાદમાં પોલીસે બંનેને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી હતી.
માહિતીના આધારે પોલીસે લખનૌથી બંનેની ધરપકડ કરી હતી.
આ દંપતીને પકડવા માટે આર્થિક ગુના નિવારણ શાખાની ટીમો પણ કોશિશ કરી રહી હતી. ત્યારબાદ ટેકનિકલ અને માનવીય બાતમીના આધારે માહિતી મળી હતી કે બંને ઉત્તર પ્રદેશના લખનઉમાં છે. આથી ઉત્તર પ્રદેશના લખનૌથી મળેલી માહિતીના આધારે પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
ગુજરાત સિવાયના અન્ય રાજ્યોમાં 19 ગુના
આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા વધુ તપાસ અર્થે બંનેને રિમાન્ડ પર લેવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બંનેની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આ દંપતીએ અન્ય રાજ્યોમાં પણ આવી જ છેતરપિંડી કરી છે. બંને વિરુદ્ધ ઉત્તર પ્રદેશમાં કુલ 19, બિહારમાં 8, રાજસ્થાનમાં 3, હરિયાણામાં 1 અને ગુજરાતમાં 4 કેસ નોંધાયેલા છે. આ સાથે આરોપીની મિલકતની વિગતો મેળવ્યા બાદ આર્થિક ગુના નિવારણ શાખાએ તેને પણ જપ્ત કરવાનો પ્રયાસ કર્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.