50 people rescued sea in Dwarka, Cyclone Biparjoy: હાલ ગુજરાતમાં (Gujarat) બિપોરજોય (Biparjoy) વાવાઝોડું (Cyclone) ત્રાટક્વાની સંભાવના ને પગલે ગુજરાત સરકાર (Gujarat Govt) એક્ટિવ મોડમાં આવી ગઈ છે. ગુજરાતના દરિયા કિનારાના વિસ્તારોમાં કલમ 144 લાગુ કરાય છે. દરિયાકાંઠે પ્રવાસીઓને જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટની વચ્ચે દ્વારકાના દરિયામાંથી 50 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.
બિપોરજોય વાવાઝોડાને લઈ દ્વારકા માં તંત્ર એલર્ટ થઈ ગયું છે દ્વારકામાં ભારે પવન સુકાઈ રહ્યો છે દ્વારકાનો દરિયો ગાંડોતુર બન્યો છે. આવે છે દ્વારકાના દરિયામાં ફસાયેલા 50 લોકોને કોસ્ટ ગાર્ડ બચાવી લીધા છે વાવાઝોડાને કારણે દરિયામાં ફસાયેલા 50 લોકોને પણ બચાવ્યા છે.
દ્વારકાના દરિયામાં ઓઇલ ડ્રીલીંગ કે સિંગોપાર નામના જહાજમાં કેટલાક લોકો ફસાયા હોવાની માહિતી મળતાની સાથે જ કોસ્ટ ગાર્ડ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. ALH હેલિકોપ્ટર દ્વારા કોસ્ટ ગાર્ડ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. કોસ્ટ ગાર્ડના જાબાજ જવાનોએ દરિયામાં ફસાયેલા 50 લોકોને બચાવી લીધા હતા.
બિપોરજોય વાવાઝોડાને લઈ ગુજરાતમાં NDRFની 21 અને SDRFની 13 ટીમ તેના કરાય છે માર્ગ અને મકાન વિભાગની 95 ટીમે સંભવિત વિસ્તારોમાં મોકલાય છે. ઉર્જા વિભાગ 577 ટીમો પણ ખડે પગે છે. અત્યાર સુધી માં દરિયાકાંઠે વિસ્તારના 3247 લોકોને સુરક્ષિત સ્થળે લઈ જવામાં આવ્યા છે. દ્વારકાના પ્રવાસન સ્થળો પર પણ પ્રવાસીઓને ન જવા સૂચના આપવામાં આવી છે. નારાયણ સરોવર અને કોટેશ્વર મંદિર ત્રણ દિવસ માટે શ્રદ્ધાળુઓ માટે બંધ કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.