રાજસ્થાનના અજમેર જિલ્લાના આનાસાગર તળાવમાં કોઈ વ્યક્તિએ નોટો ભરેલી બેગ ફેંકી દીધી હતી. ત્યારબાદ 200-500 ની નોટો તળાવમાં દેખાવા લાગી. આજુબાજુમાં રહેતા લોકોને આ તળાવમાં નોટો કોઈ ફેંકીને ચાલ્યું ગયું છે તેમની જાણ થતાં જ લોકો ખચકાયા વિના તળાવમાં કૂદી ગયા હતા અને નોટો લૂંટવાનું શરૂ કર્યું હતું.
મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પણ બોટો લઇને નોટો લૂંટવાનું શરૂ કર્યું હતું. અંતે પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી અને લાકડીઓ વડે લોકોને મારમારીને ભગાડ્યા હતા. હાલમાં કોણે અને શા માટે નોટોથી ભરેલી બેગ તળાવમાં ફેંકી હતી તે અંગે તપાસ કરવામાં આવી રહી છે.
આ સમગ્ર ઘટના અનસાગર તળાવના રામપ્રસાદ સ્થળનો છે. આ સ્થળ પર રવિવારે કોઈએ નોટો ભરેલો થેલો ફેંકી દીધો હતો. ત્યાર બાદ નોટો બેગમાંથી બહાર આવી અને પાણી પર તરવા લાગી હતી. થોડાક જ સમયમાં શહેરમાં અફવા ફેલાઈ હતી કે તળાવમાંથી નોટો નીકળી રહી છે.
દૂર-દૂરથી લોકો નોટો લૂંટવા આવવા લાગ્યા અને કાંઈ વિચાર્યા કર્યા વિના તળાવમાં કૂદવાનું શરૂ કર્યું. કેટલાક પાસે 500 ની નોટો લેવા લાગ્યા અને કેટલાક પાસે 200 ની નોટો લેવા લાગ્યા. લોકોને નોટો લૂટતા જોતા તળાવની સુરક્ષામાં રોકાયેલા સુરક્ષા કર્મીઓ પણ તળાવમાં કૂદી પડ્યા હતા. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ પણ બોટ લઇને નોટો લૂંટવા લાગ્યા હતા.
થોડી વાર પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોને મારમારીને ભગાડ્યા હતા. હાલમાં નોટોથી ભરેલી બેગ કોણે ફેંકી અને કેમ તે જાણી શકાયું નથી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. પોલીસે જણાવ્યું કે, મહાનગર પાલિકાના કર્મચારીઓ પાસેથી આ નોટો મળી આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.