Shree Kashtabhanjan Dev Hanumanji Temple, Salangpur, Gujarat: ગુજરાતના બોટાદ જિલ્લામાં બરવાળા નજીક આવેલા નાનકડા એવા સાળંગપુરમાં શ્રી કષ્ટભંજન દેવનું મંદિર આવેલું છે. સાળંગપુરધામમાં સાક્ષાત હનુમાનજી વિરાજમાન છે.
ત્યારે આજરોજ દાદા ને 501 કિલો ધારીનો ભવ્ય અન્નકુટ કરવામાં આવ્યો હતો. તમે પણ દર્શન કરી અન્યને પણ શેર કરજો, જેથી તેઓ પણ દર્શન કરી ધન્યતા અનુભવી શકે.
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલિત શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે દરરોજ સેકડો ભાવિકો દર્શનાર્થે આવે છે. કહેવાય છે કે, દાદા ને શરણે આવેલા દરેક ભક્તની મનોકામના પૂર્ણ થાય છે.
તારીખ 20 ફેબ્રુઆરી 2023 ના રોજ વડતાલ ધામ દ્રીશતાબ્દી મહોત્સવ અને શતામૃત મહોત્સવ સાળંગપુર ધામ ઉપલક્ષમાં સાળંગપુર ધામમાં સોમવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ ને 501 કિલો ધારીનો અન્નકૂટ કરવામાં આવ્યો છે.
ચાલો આપણે સૌ પણ પરિવાર સાથે સાળંગપુર ધામ દાદા ના ધારી અન્નકૂટના દર્શન કરીએ અને ધન્યતા અનુભવીએ… બોલો કષ્ટભંજન દેવની જય…
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.