કોરોનાકાળમાં ભારત અગાઉથી બેકાર બની ગયલો હતો. સુરતમાં મોડલિંગનું કામ કરતો યુવક કતારગામ વિસ્તારમાં જુગાર કલબ ચલાવતો હતો. પોલીસને જાણ થતા જુગાર કલબ પર રેડ કરવામાં આવી હતી. જેમાં મોડલિંગનું કામ કરતો વિરલ રૂપારેલિયા તેની માતા અને જુગાર રમનાર 3 મહિલા સહિત 6 વ્યક્તિની ઝડપાયા હતાં. તીન પતીનો જુગાર રમનાર તમામ વ્યક્તિ પાસેથી રૂપિયા 1.77 લાખનો માલ જપ્ત કરવામાં આવ્યો હતો.
સુમુલ ડેરી રોડ અલ્કાપુરીમાં સહયોગ સોસાયટીમાં રહેતા વિરલ કિરીટભાઈ રૂપારેલીયા મોડેલીંગના વ્યવસાય કરે છે. વિરલ રૂપારેલિયા માતાની હાજરીમાં જ પોતાના આર્થિક ફાયદા માટે બહારથી જુગારીઓને જુગાર રમવા માટે બોલાવતો હતો. આ દરમિયાન ગઈ કાલે સાંજે વિરાટ રૂપારેલિયાના મકાનમાં જુગાર રમાય રહ્યો હતો. જેમાં મયુર બાબુભાઈ પ૨મા૨, રાજેશ બોધાભાઈ કાતરિયા જુગાર રમી રહ્યા હતા.
આ કલબ અંગે કતારગામ પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. ભુવાને જાણ મળી હતી. જેના આધારે પી.એસ.આઈ. ભુવાએ તેમના માણસો સાથે વિરલ રૂપારેલિયાના મકાનમાં રેડ પડીને તમામની ધડપકડ કરી હતી. પોલીસે તીન પત્તીનો જુગાર રમતા તમામ જુગારીઓ પાસેથી રૂપિયા 82,300, દાવ પરના રૂપિયા 2050, નાળ પેટેના રોક્ડા રૂપિયા 1200, 6 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 1.77 લાખનો માલ જપ્ત કર્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.