સુરત(ગુજરાત): આજકાલ યુવકો તો જુગાર રમતા પકડાય જ છે પરંતુ, હવે તો મહિલાઓને પણ પોલીસ દ્વારા જુગાડ રમતી પકડી પાડવામાં આવી છે. આ દરમિયાન, રાંદેર રામનગર ખાતે ગુજરાત હાઉસિંગ બોર્ડના ફલેટમાં જુગાર રમતી 6 મહિલા પોલીસના હાથે પકડાઈ છે. રાંદેર પોલીસ દ્વારા બાતમીને આધારે 8મી તારીખે બપોરે ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નં-33માં બીજા માળે ફલેટ નં-197માં રેડ પાડવામાં આવી હતી. ત્યારે ફલેટમાં જુગાર રમતી 6 મહિલાઓ પકડાઈ હતી.
જાણવા મળ્યું છે કે, સૂત્રધાર હેમા મુલચંદાણી પોતાના ફ્લેટમાં બહેનપણીઓને બોલાવી જુગાર રમાડતી હતી. રાંદેર પોલીસ દ્વારા મહિલાઓ પાસેથી રોકડ, મોબાઇલ, અને બે મોપેડ મળી 1.14 લાખનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો. પકડાયેલી મહિલાઓમાં સંગીતા રમેશ માટાની (58) (રહે, સ્તુતી યુનિવર્સલ, પાલ, અડાજણ), હેમા ગીરીશ મુલચંદાની (38)(રહે, ગુજરાત હાઉસિંગ બોર્ડ, રામનગર, રાંદેર).
આ ઉપરાંત, દિવ્યા જગદીશ દેવજા (44) (રહે, આશીયાના એપાર્ટ, સિટીલાઇટ), હર્ષા વલ્લભ પટેલ (32)(રહે, કેસ્ટાર રેસિડન્સી, કોસાડ રોડ, અમરોલી), ગીતા ઉર્ફે ગંગા ભાવેશ ભીલ (40)(રહે, અયોધ્યા સોસા, પુણાગામ), અને ભારતી રાજેશ શિવાની (49) (રહે,નક્ષત્ર એપાર્ટ,પાલ,અડાજણ) છે. મળતી માહિતી મુજબ, બે દિવસથી હેમા ફ્લેટ પર જુગાર રમાડતી હતી. જુગાર રમવા માટે બહેનપણીઓને ફલેટ પર બોલાવતી હતી. હાલ, પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.