રાજસ્થાનના ટોંક જિલ્લાથી ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના સામે આવી છે. અહીં માત્ર 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યા બાદ તેના જ સ્કૂલ બેલ્ટથી ગળું દબીને બાળકીની ક્રૂર હત્યા કરવામાં આવી. માસૂમનો મૃતદેહ રવિવારે ઝાડી-ઝાંખરામાંથી મળી આવ્યો. ઘટનાની જાણ થતાં જ ગામ લોકોમાં આક્રોશ ફેલાઈ ગયો. આ ઘટનાની જાણકારી મળતાં જ પોલીસ પણ ચોંકી ગઈ. પોલસ અધીક્ષક સહતિ અન્ય વરિષ્ઠ અધિકારી ઘટનાસ્થળે પહોંચ્યા અને શબને પોસ્ટમોર્ટામ માટે મોકલી દીધો છે. પોલીસ તપાસમાં લાગી ગઈ છે.
આ ઘટના અલીગઢ પોલીસ-સ્ટેશનના વિસ્તારની છે. દુષ્કર્મ અને ત્યાર બાદ હત્યાની શિકાર બનેલી 6 વર્ષની બાળકી પોતાના ગામની સરકારી સ્કૂલમાં ભણતી હતી. શનિવારે સ્કૂલમાં કાર્યક્રમ હોવાને કારણે તે સ્કૂલમાં જ હતી. બપોરે લગભગ ૩ વાગ્યા સુધી ઘણી મોટી સંખ્યામાં ગામ લોકો ત્યાં હાજર હતા. ત્યાર બાદ માસૂમ બાળકી ઘરે નહોતી પહોંચી. પરિવારે તેને આસપાસના વિસ્તારોમાં શોધવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેની કોઈ જાણકારી ન મળી.
રવિવારે સવારે ગામના લોકોને ખડલી ગામના મંદિરની પાછળ આવેલી ઝાડીઓમાં માસૂમનો લોહીથી ખરડાયેલો મૃતદેહ જોવા મળ્યો હતો. એની જાણ થતાં એ વિસ્તારમાં હોબાળો મચી ગયો અને ત્યાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઈ ગયા હતા. હત્યારાઓએ માસૂમની હત્યા તેના સ્કૂલ-બેલ્ટથી ગળું ઘોંટીને કરી હતી. માસૂમનું ગળું એ રીતે ઘોંટવામાં આવ્યું હતું કે, તેની બન્ને આંખો બહાર આવી ગઈ હતી. એ બેલ્ટ તેના ગળામાં જ લપેટાયેલો મળ્યો હતો. ગામના લોકોએ આની જાણ પોલીસને કરી હતી. ઘટના બાદ ગામના લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
ઘટના વિશે જાણ થતાં જ સ્થાનિક પોલીસ અધિકારીઓ ઉપરાંત એડિશનલ પોલીસ અધીક્ષક વિપિન શર્મા પણ ઘટનાસ્થળે પહોંચ્યા અને સ્થિતિનું કારણ મેળવીયું. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ટોંક જિલ્લા મથકે મોકલી આપયું છે. એફએસએલ ટીમને ઘટનાસ્થળે બોલાવવામાં આવી. પોલીસ આરોપીઓની શોધખોળમાં લાગી ગઈ છે પરંતુ હજુ સુધી આરોપીઓની વિશે કોઈ માહિતી મળી નથી. ઘટના બાદ ગામ લોકોમાં ઘણો આક્રોશ જોવા મળી રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.