મહુવામાં એકસાથે 60-70 ઈસમોએ ખેતરમાં ઘુસી ઉભેલો પાક કાપી નાખ્યો- જગતના તાતને ખબર પડે એ પહેલા તો…

મહુવા(ગુજરાત): જોળ ગામે 12થી 14 ટેમ્પો લઈ 60થી 70 અજાણ્યા માણસો આવી શેરડીના ખેતરમાં ઘુસી શેરડી કાપણી કરી ખેતરમાં ઉભા પાકને નુકશાન પહોંચાડી રહ્યા હતા.…

મહુવા(ગુજરાત): જોળ ગામે 12થી 14 ટેમ્પો લઈ 60થી 70 અજાણ્યા માણસો આવી શેરડીના ખેતરમાં ઘુસી શેરડી કાપણી કરી ખેતરમાં ઉભા પાકને નુકશાન પહોંચાડી રહ્યા હતા. જે અંગે ખેતરના માલિકને જાણ થતાં તેમણે તરત મહુવા પોલીસને જાણ કરી હતી. મહુવા પોલીસ ઘટના સ્થળે આવતા જ ખેતરમાં થતી નુકશાની અટકી ગઈ હતી અને અજાણ્યા ઈસમો કાપેલી શેરડી ત્યાં જ મૂકી ટેમ્પો લઈ પલાયન થઈ ગયા હતા.

ખેડૂતે આ ઘટના બાદ મહુવા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવા છતાં આજ સુધી ખેતરમાં નુકસાની કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી. મહુવા તાલુકાના જોળ ગામે રમણભાઈ નારણભાઈના નામે જમીન આવેલી છે, તેઓ હાલ પનામા રહે છે .તેથી આ જમીનમાં અર્જુનભાઈ આહિર અને દિલીપભાઈ ડાહ્યાભાઈ આહિર ખેતી કરે છે.

હાલ બંને ખેડૂતોએ જમીનમાં શેરડીની રોપણી કરી છે. બુધવારના રોજ સવારે 9 વાગ્યાના અરસામા 60થી 70 ઈસમો 12થી 14 ટેમ્પો લઈ ખેતરમાં લાકડા, ધારીયા, કોયતા સહિતના હથિયાર સાથે જમીનમાં ઘુસી ગયા હતા અને ખેતરમાં ઘુસીને શેરડી કાપણી કરી ખેતરમાં ઉભા પાકને નુકશાન કરી રહ્યા હતા. ખેડૂતને આ અંગે જાણ થતાં તરત ખેતર પર આવી ગયો હતો અને તેમને અટકાવવાનો પ્રયત્ન કરતા કેટલાક ઈસમો લાકડી, કોયતા લઈ તું કોણ અમને અટકાવવા વાળો એમ કહીને તેની પાછળ મારવા દોડ્યા હતા.

ત્યાંથી ખેડૂત દિલીપભાઈ આહિર જાન બચાવી ભાગ્યા હતા અને મહુવા પોલીસ મથકે જઈ તરત આ ઘટના અંગે જાણ કરી હતી. મહુવા પોલીસ સ્ટાફ ખેડૂત સાથે ઘટના સ્થળે જઈ શેરડી કાપણી અટકાવી હતી અને 40થી 50 ટન જેટલો કાપેલો શેરડીનો પાક આ વ્યક્તિ ત્યાં જ મૂકી ખાલી ટેમ્પો લઈ ભાગી ગયા હતા.

ખેડૂત દિલીપભાઈ આહિર ઘટના બાદ મહુવા પોલીસ મથકે જઈ ખેતરમાં હથિયાર લઈ ઘુસી જઈ શેરડીના પાકને નુકસાન કરી ધમકી આપનાર વ્યક્તિઓ વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી હતી. કાની તેમજ આજુબાજુના ગામના ખેડૂતો આ ઘટના બાદ ભયભીત થઈ ગયા હતા. મહુવા પોલીસે ખેતરમાં નુકશાની કરનાર ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી શરુ કરે એવી માંગ કરી હતી. પરંતુ અઠવાડિયું થય ગયું છતાં હજુ કોઇ કાર્યવાહી શરુ કરવામાં આવી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *