સુરેન્દ્રનગર(Surendranagar): જીલ્લાના લીંબડી (Limbdi) તાલુકાના ભોયકા (Bhoyka) ગામે રહેતા અને પટોળાના વેપાર સાથે જોડાયેલા યુવાનનો મૃતદેહ તેના ઘરે ફાંસો (Suicide) ખાધેલી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડવામાં આવતા જ્યાં હાજર ડૉક્ટર દ્વારા તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, મૃતક યુવકના 7 દિવસ બાદ લગ્ન થવાના હતા. હાલ લગ્નના ઘરમાં શરણાઈ વાગવાને બદલે મરસિયા ગવાઈ રહ્યા છે. યુવાને આપઘાત કર્યો કે તેની હત્યા થઈ તે અંગેનું કારણ હજુ સુધી બહાર આવ્યું નથી.
વાત કરવામાં આવે તો લીંબડી તાલુકાના ભોયકા ગામે રહી પટોળા અને વણાટ વ્યવસાય કરી રહેલા ગુંણવતભાઈ રાઠોડના પુત્ર રમેશભાઈની સગાઈ ધ્રાંગધ્રા તાલુકાના રામગઢ ગામે કરવામાં આવી હતી. તારીખ 4 મેના રોજ રમેશભાઈના લગ્ન થવાના હતા. ગુરુવારના રોજ રાતે રમેશ તેમના ઘરે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો.
ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા રમેશભાઈને સારવાર માટે સિવિલ હૉસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા. 7 દિવસ બાદ જે યુવકના લગ્ન થવાના હતા તેના મૃત્યુના સમાચાર સાંભળીને પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ તો લગ્નવાળા ઘરમાં ગાણાં ગાવાની જગ્યાએ મરસિયા ગવાઈ રહ્યા છે. રમેશની હત્યા થઈ કે આપઘાત કર્યો તે અંગેનું હજુ કારણ સ્પષ્ટ થયું નથી. રમેશે આપઘાત કર્યો તો તેના પાછળ શું મજબૂરી હશે? કોના ત્રાસે આપઘાત રમેશે કર્યો? આર્થિક સંકડામણ કે પારિવારિક તકલીફ? આપઘાત કરવા રમેશને કોઈએ મજબૂર કર્યો? જો તેની હત્યા કરવામાં આવી હોય તો શેના માટે? રમેશના હત્યારા કોણ? સહિતના અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.