7 year old child swallowed a coin in Surat: ડોકટર હમેશા વાલીઓ અને માતા-પિતાને એક સલાહ આપતા હોય છે કે,તમે તમારા નાના બાળકોને નાની વસ્તુઓ જેવી કે ટાક્ની,સિક્કા,સોય જેવી નાની વસ્તુઓ દુર રાખવી જોઈએ. બાળકના ઉછેરમાં ખુબ ધ્યાન રાખવું પડે છે. અને એમાં પણ જયારે બાળકને દાંત આવતા(7 year old child swallowed a coin in Surat) હોય ત્યારે તો ખુબ ખ્યાલ રાખવું પડે છે કેમ કે ત્યારે તે ગમે તેવી વસ્તુઓ મોઢામાં નાખતા હોય છે. જેના કારણે એક ગંભીર ઘટના સર્જાય છે, તેવો જ એક કિસ્સો સુરત સિવિલ હોસ્પિટલના ડોકટરો સામે આવ્યો છે.
સુરતના વરાછા વિસ્તારમાં સાત વર્ષનું બાળક બે રૂપિયાનો સિક્કો ગળી જતા માતા પિતા દોડતા થઈ ગયા હતા. બે દિવસ પહેલા 7 વર્ષનું બાળક સિક્કો ગળી ગયો હતો અને ત્યારબાદ બાળકને અચાનક ઉલટી થવા લાગી હતી. જનરલી ને માતા પિતાએ ખાનગી હોસ્પિટલમાં સરવાળા માટે લઈ ગયા હતા. તે દરમિયાન એક્સરે કરાવતા છાતીમાં સિક્કો ફસાયો હોવાનું જાણવા મળ્યું હતું. પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાને કારણે માતા પિતા બાળકને લઈને સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા .
મારી માહિતી અનુસાર, નાના વરાછા વિસ્તારમાં આવેલ અંબિકા નગરમાં છેલ્લા ઘણા વર્ષોથી સંજયભાઈ શાહુ પોતાના પરિવાર સાથે વસવાટ કરી રહ્યા છે. સંજયભાઈ લોન્ડ્રીના કામકાજ સાથે સંકળાયેલા છે. જ્યારે તેમની પત્ની હાઉસવાઈફ છે. તેમજ તેમનો સાધુ છે દીકરો દેવાંશ ધોરણ એકમાં અભ્યાસ કરી રહ્યો છે. તેની એક મોટી બહેન પણ છે. દેવાંશ બે દિવસ પહેલા ઘરમાં રમતા રમતા બે રૂપિયાનો સિક્કો ગળી ગયો હતો. પરિવારને અંગે જાણ થતા પરિવાર દોડતું થઈ ગયું હતું.
બે દિવસ સુધી દેવાંશ ને કશું થયું ન હતું અને તે પહેલાની જેમ જ આરામથી ઘરમાં રમી રહ્યો હતો. પરંતુ ગઈકાલે અચાનક દેવાંશને ઉલ્ટી શરૂ થઈ ગઈ હતી. જેની સારવાર માટે માતા પિતાએ દેવાંશની નજીકની ખાનગી હોસ્પિટલમાં એક્સરે કરાવી તપાસ કરાવી હતી. પરિવાર તરત જ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયો હતો.
સિવિલ હોસ્પિટલમાં હાજર કવિઓએ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને દેવાંશને તાત્કાલિક ધોરણે દાખલ કરી દીધો હતો. હાલમાં દિવસને બાળકોની ઓપીડીમાં સારવાર કરવામાં આવી રહી છે તેમ જ તબીબો દ્વારા બાળકની છાતીમાંથી બે રૂપિયા નો સિક્કો બહાર કાઢવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube