પ્રાણીઓ (Animals)ની હત્યા (Murder)ના કિસ્સાઓ પણ ખુબ જ વધી રહ્યા છે. ત્યારે હાલમાં જ પોલીસ દ્વારા આવા શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, માંસ (Meat)નો વેપાર કરતાં ચાર શખ્સોએ સરસ્વતી(Saraswati) તાલુકાના રવિયાણા(Raviyana) ગામની સીમમાં બંદૂકના ભડાકે નીલ ગાયની હત્યા કરી હતી. ત્યારબાદ ચપ્પા વડે મૃત નીલ ગાયનું 70 કિલો માંસ કાઢીને કારની ડેકીમાં ભર્યું હતું. આ દરમિયાન પોલીસને આ અંગેની બાતમી મળી હતી. જેના આધારે સ્થળ પર દરોડા પાડી ચારેય શખ્સને ઝડપી પાડ્યા હતા. હાલ આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સરસ્વતી તાલુકાના રવિયાણા ગામની સીમમાં માંસનો વેપાર કરી રહેલા ચાર શખ્સોએ બંદૂકના ભડાકે નીલ ગાયની હત્યા કરી હતી. ત્યારબાદ ચપ્પા વડે મૃત નીલ ગાયનું 70 કિલો માંસ કાઢીને કારની ડેકીમાં ભર્યું હતું. જેની વાગડોદ પોલીસને બાતમી મળી હતી. જેથી મળેલી બાતમીના આધારે રવિવારે સરસ્વતી તાલુકાના રવિયાણા ગામની સીમમાં આવેલ વ્હોળા પાસે જઇ વાહન વ્હોળાથી થોડે દૂર ઉભુ રાખી અંદર ચાલતા જઇને બાવળોની ઝાડીને કોર્ડન કરી સ્થળ ઉપરથી ચાર શખ્સો ઝડપી પાડ્યા હતા. તે ચારેય શખ્સોએ મળી એક નીલ ગાયનો શિકાર કરેલ હતો.
પોલીસે દરોડા પાડ્યા એ સમયે સ્થળ ઉપર નિલ ગાયના કંકાલ પડેલ હતા. આ દરમિયાન એક શખ્સના હાથમાં દેશી હાથ બનાવટની જામગીરી બંદુક અને ત્રણ ઇસમોના હાથમાં ચાકૂ મળી આવ્યા હતા. તેના વડે નીલ ગાયને કાપી તેનુ માંસ અલગ પાડી નજીકમાં પડેલ એક સિલ્વર કલરની સેન્ટ્રો ગાડી જીજે 01 એચકે 5508 ગાડીની ડેકીમા ભર્યું હતું. ડેકી ખોલીને જોતાં કંતાનના બે કટ્ટામાં આશરે 70 કિલો જેટલું પશુનું માસ આશરે રૂ .7000 જપ્ત કર્યુ હતુ. આ ઉપરાંત કાર તેમજ ચાર મોબાઇલ, છરા, બંદુક મળી કુલ રૂ.84790 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ ઘટનામાં વાગડોદ પોલીસ મથકે મહેસાણાનો રહેવાસી ઇબ્રાહીમ ઉર્ફે ઇરફાન મુકીમ શેરખાન, અમદાવાદના રહેવાસી મહંમદ કૈફ, મોબીનખાન તેમજ મોહંમદ અમાન વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓને કોર્ટમાં રજુ કરી બે દિવસના રિમાન્ડ માંગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.