સુરતમાં દેખાયું મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: ધોધમાર 8 ઇંચ વરસાદથી જનજીવનને અસર- જુઓ દ્રશ્યો

સુરત(ગુજરાત): કાલે સુરત શહેરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું, તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતાં જનજીવન મુશ્કેલીમાં મુકાયું હતું. રવિવારે સાંજે 6:00થી સોમવાર સવારે 6:00 વાગ્યાના 12 કલાકમાં 8 ઈંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. તેના કારણે પરવત ગામના પાદર ફળિયામાં પાણી ભરાઈ ગયાં હતાં. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી જતાં 15 પરિવારનું સલામત સ્થળે સ્થળાંતર કરાવાયું હતું. આખી રાત મેયર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓએ તેમને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરુ કરી હતી.

હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, ગઇકાલ સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં મોડી રાત સુધી ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. સુરત શહેરમાં રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં. નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયાં હતાં. બારડોલી, કામરેજ, પલસાણા, મહુવા તાલુકામાં પણ નદીનાળાં છલકાય ગયા હતાં. સુરત શહેરમાં મેયર હેમાલી બોઘાવાલાએ રાતે 1 વાગ્યા સુધી વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ અધિકારીઓને સૂચનાઓ આપી હતી.

લિંબાયત વિસ્તારમાં આવેલી મીઠી ખાડીના આજુબાજુના વિસ્તારોમાં વરસાદી પાણીને કારણે આર.જે માકડિયા, ઝોનના કાર્યપાલક ઈજનેર અને ઉચ્ચ અધિકારીઓ સાથે રૂબરૂ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો આપી હતી.

પાસોદરા ગામના ક્રિષ્ના રોહાઉસના આજુબાજુ વિસ્તારમાં ખાડીના પાણીના તેમજ વરસાદી પાણીના નિકાલ માટે એન.વી ઉપાધ્યાય તેમજ કાર્યપાલક ઇજનેર, સ્થાનિક આગેવાનો સાથે રૂબરૂ સ્થળ મુલાકાત લઇ તાત્કાલિક પગલાં લેવાની સૂચન આપી હતી. સુરત રેલવે સ્ટેશન પાસે આવેલા ગરનારા ખાતે ભારે વરસાદને કારણે વરસાદી પાણી ભરેલું હોવાથી ડી.એમ. જરીવાલા તેમજ ઉચ્ચ અધિકારીઓ સાથે સ્થળ પરથી ઝડપથી પાણીના નિકાલ માટે સ્થળ મુલાકાત લઇ તાત્કાલિક પગલાં લેવા અપીલ કરી હતી.

સુરત શહેરમાં સવારે 6:00 થી સાંજના 6:00 સુધીમાં 6 ઈંચ જેટલો વરસાદ પડતા અનેક વિસ્તારોની અંદર પાણી ભરાયાં હોવાના સમાચાર સામે આવ્યા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પણ પાણી ભરાઈ ગયા હતા. દર વર્ષે નીચાણવાળા વિસ્તારોમાં જે પાણી ભરાયાં હતાં તેના કરતાં આ વર્ષે પાણી ઓછું દેખાતાં વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો છતાં અધિકારીઓ સાથે મળીને જે વિસ્તારમાં પાણી ભરાયાં હતાં તેના નિકાલ માટેની ઝડપી પ્રક્રિયા શરુ કરી હતી.

સુરત જિલ્લામાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. બારડોલી, કામરેજ, મહુવા, પલસાણામાં પણ 8 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. જિલ્લામાં અનેક સ્થળે વીજપોલ પડવાના અને વૃક્ષો ધરાશાયી થવાના બનાવો સામે આવ્યા હતા. સુરત જિલ્લાની નદીઓમાં પણ નવા નીર આવ્યા હતા. જિલ્લામાં સતત 12 કલાકમાં ભારે વરસાદ થયો હતો. તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ અવિરત વરસાદ પડ્યો હતો.

કોર્પોરેટર દિનેશ પુરોહિતના જણાવ્યા અનુસાર, દર વખતે પર્વત ગામમાં જે રીતે પાણી ભરાતા હતા તેવું પાણી આ વર્ષે ભરાશે નહીં. ચોમાસા પહેલાં આ વિસ્તારમાં લગાવેલા પંપને કારણે તમામ પાણી ઝડપથી નિકાલ કરી દેવાની વ્યવસ્થા કરી દેવાઈ છે. માત્ર પાદર ફળિયા અને હળપતિ આવાસમાં પાણી ભરાયાં હતાં. અમે પોતે તે સ્થળ પર પહોંચીને 15 પરિવારને સુરક્ષિત સ્થળે રીફર કરાયા હતા. તકેદારીના ભાગરૂપે તે પરિવારોને ત્યાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો વધુ વરસાદ થાય તો સ્થિતિ બગડે એ પહેલાં જ અમે પરિવારોને સમજાવીને અન્ય સ્થળે ખસેડી દીધા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *