ઓડિશાની મહાનદીમાં એક જ ગામના 50 લોકોથી ભરેલી બોટ પલટી જતાં 8 મુસાફરોના મોત

Odisha Boat Capsize: શુક્રવારે ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં મહાનદીમાં એક બોટ પલટી જતા 50 લોકોમાંથી સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય…

Odisha Boat Capsize: શુક્રવારે ઓડિશાના ઝારસુગુડા જિલ્લામાં મહાનદીમાં એક બોટ પલટી જતા 50 લોકોમાંથી સાત લોકોના મોત થયા હતા. મૃતકોમાં ત્રણ બાળકોનો પણ સમાવેશ થાય છે. જ્યારે 1 વ્યક્તિ હજુ પણ ગુમ છે. ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ માટે ઓપરેશન હાથ(Odisha Boat Capsize) ધરવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની જાહેરાત કરી છે. પોલીસે જણાવ્યું કે દુર્ઘટના સમયે પડોશી રાજ્ય છત્તીસગઢના ખરસિયાના લગભગ 50 લોકો બોટમાં સવાર હતા, જેઓ ઓડિશાના બરગઢ જિલ્લાના પાથરસેની કુડા સ્થિત મંદિરમાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

સ્થાનિક માછીમારોએ 35 લોકોને બચાવ્યા
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બોટ ઝારસુગુડા જિલ્લાના રેંગાલી પોલીસ સ્ટેશન હેઠળના શારદા ઘાટ પર પહોંચવાની તૈયારીમાં હતી ત્યારે આ અકસ્માત થયો. તેમણે કહ્યું કે સ્થાનિક માછીમારોએ 35 લોકોને બચાવી અને કિનારે લાવ્યા હતા.જયારે ગુમ થયેલા વ્યક્તિની શોધખોળ માટે ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

7 લોકોના મૃતદેહ મળી આવ્યા
આ ઘટનામાં ડૂબી જવાથી મૃત્યુ પામેલાઓમાં રાધિકા રાઠીયા, કેસરબાઈ રાઠીયા, લક્ષ્મી રાઠીયા, બાળક કુણાલ રાઠીયા અને એક બાળક નવીન રાઠીયાના મૃતદેહ મળી આવ્યા છે. આ ઘટનામાં 8 લોકોમાંથી 7 લોકોના મૃતદેહ મળી આવ્યા છે. એક વ્યક્તિની શોધ હજુ ચાલુ છે. આ તમામ લોકો છત્તીસગઢના ખરસિયા વિધાનસભા ક્ષેત્રના હોવાનું કહેવાય છે.

તમામ મૃતકો છત્તીસગઢના રહેવાસી હતા
શારદા ગામના બોટ ઘાટથી બારગઢ જિલ્લાના બાંજીપાલી જઈ રહી હતી ત્યારે આ ભયાનક અકસ્માત થયો. શુક્રવારે સાંજે બોટ પલટી જતાં ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સ અને ફાયર સર્વિસના કર્મચારીઓએ તરત જ સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

દરમિયાન શનિવારે મહાનદીમાંથી વધુ પાંચ મૃતદેહ મળી આવ્યા હતા. રાજ્ય પોલીસે સ્પષ્ટતા કરી છે કે આ તમામ મૃતકો પડોશી રાજ્ય છત્તીસગઢના ખરસેની વિસ્તારના રહેવાસી હતા. હાલ અકસ્માતમાં ગુમ થયેલા લોકોને શોધવાના પ્રયાસો ચાલુ છે. બોટમાં સવાર લોકો છત્તીસગઢથી ઓડિશાના બારગઢ જઈ રહ્યા હતા.