આ વ્યક્તિનું નામ છે આબિદ સુરતી. આબિદ પેન્ટર, લેખક અને કાર્ટૂનિસ્ટ છે. આ ઉપરાંત તેમની વધુ એક ઓળખ છે, ઘરે-ઘરે જઈને એવા નળોને રિપેર કરવા જેમાંથી પાણી ટપકી રહ્યું હોય અને તે પણ એકદમ મફત.
‘એક ડોલ પાણી માટે લડાઈ જોઈ છે’
આબિદ જણાવે છે કે હું ફુટપાથ પર મોટો થયો અને મેં એક ડોલ પાણી માટે લડાઈ જોઈ છે. તેમનું કહેવું છે કે નાનપણથી જ પાણી ટપકવાનો અવાજ તેમને પરેશાન કરતો હતો. તેઓ કહે છે કે તે સમય મારું શરીર ખૂબ જ સંવેદનશીલ હતું. હું દરેક ટીંપાનો અવાજ સ્પષ્ટપણે સાંભળી શકતો હતો, જેમ કે કોઈ મને હથોડો મારી રહ્યું હોય.
ઘરે-ઘરે જઈને રિપેર કર્યા નળ
Hats off!
This man is dedicated to conserving India’s ?? water, one leaky tap at a time?— Erik Solheim (@ErikSolheim) August 31, 2019
આબિદ કહે છે કે, હજાર લીટર પાણી એટલે પાણીની હજાર બોટલ, જે ગટરમાં વહી જઈ રહ્યું હતું, તેના કારણે મેં એક પ્લંબર રાખ્યો, હું તમામ મિત્રોના ઘરે ગયો અને તેમના નળ રિપેર કરાવ્યા. કામ પૂરું થયા બાદ મને ઘણી ખુશી થઈ અને તનાથી મને આરામ મળ્યો. જોકે, તેમના મિત્રોને એ વાત સમજમાં ન આવી કે આબિદ આવું કેમ કરી રહ્યા છે. તેઓએ કહ્યું પણ ખરું કે તેમના નળથી થોડુંક જ પાણી વહેતું હતું, પૂરી ગંગા નહીં.
20 મિલિયન લીટર પાણી બચાવી ચૂક્યા છે
આબિદ કહે છે કે તેઓ વર્ષ 2007થી અત્યાર સુધી 20 મિલિયન લીટર પાણી બચાવી ચૂક્યા છે. તેની સાથે જ બીજાને પ્રેરણા આપતા તેઓ કહે છે કે જો 84 વર્ષની ઉંમરમાં તેઓ આ કામ કરી શકે છે તો બીજા પણ તેને કરી શકે છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.