ગેરકાયદે અમેરિકા જવાના અભરખા ભારે પડ્યા! ગુજરાતના 9 યુવકો રસ્તા જ થયા ગુમ- ડોમેનિકા નજીક જ દેખાયું લાસ્ટ લોકેશન

Gujarat 9 youths missing: દેશ છોડી વિદેશ જનારા જુવાનીયાની સંખ્યામાં દિવસેને દિવસે સતત વધારો થઇ રહ્યો છે. હાલના સમયમાં માતા પિતાનું માનવું છે કે, ‘અમારે અમારા દીકરાને વિદેશ મોકલવા છે!’ આવી માનસિકતા સાથે છેલ્લા બે થી ત્રણ વર્ષમાં કેટલાય યુવકો દેશ છોડીને વિદેશમાં ભણવા માટે અથવા તો ધંધાર્થે ગયા છે.’

સાથો-સાથ ઘણા માતાપિતા માને છે કે, દરેકે અહીંયા જ રહેવું જોઈએ. આજકાલની યુવા પેઢીઓને વિદેશ જવાની એક ગાંડી ઘેલસા લાગી છે. યુવાનોને વિદેશ જવાની ઘેલસા એટલી બધી વધી ગઈ છે કે, તક મળે અને તરત જ વિદેશ જવા માટે તૈયાર થઈ જાય છે, તેઓ સંપૂર્ણ પ્રક્રિયા જાણ્યા વગર જ વિદેશીની ધરતી પર ડોલર કમાવવા માટે ઉપડી પડે છે. પરંતુ ઘણી વખત આ વિદેશ જવાની ગાંડી ઘેલસા મોતના દરવાજા સુધી પણ ઢસડી જાય છે.

હાલમાં ગુજરાતમાંથી આવી જ એક ઘટના સામે આવી છે. અમેરિકા જવા નીકળેલા 9 યુવાનોનો કોઈ જ અતો-પતો ન હોવાના સમાચાર સામે આવ્યા છે.(9 youths from Gujarat who left for America have gone missing) આ સમાચાર સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચારમાંથી જવા પામી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાત યુવાનોનો છેલ્લું લોકેશન ડોમેનિકા નું હોવાનું જાણવા મળ્યું છે. કેરેબિયન ટાપુમાં ડોમેનિકા થી પરિવાર સાથે છેલ્લી વાર વાત થઈ હોવાનું જાણવા મળ્યું છે.

આ સમગ્ર ઘટના અંગે મળેલી માહિતી અનુસાર, ગુજરાતના યુવાનોને ડોમેનિકામાં પોલસે પકડ્યા હોવાનું એજન્ટએ પોલીસને નિવેદન આપ્યું છે. હાલ આ ઘટના સાંભળતા સવાલ ઉઠી રહ્યો છે કે, શું ગુજરાતી યુવાનો ડોમેનિકામાં પોલીસના કબજામાં છે? મળતી માહિતી અનુસાર એજન્ટ મહેન્દ્ર પટેલે યુવાનોને સૌથી પહેલા નેધરલેન્ડ મોકલ્યા હોવાનું જાણવા મળી રહ્યો છે.

તેમજ નેધરલેન્ડ થી સ્પેન થઈ લુસિયામાં યુવાનોને મોકલવામાં આવ્યા હોવાનો ખુલાસો પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં થયો હતો. લુસીયાથી નવ યુવાનોને એજન્ટે કેરેબિયન ટાપુ ડોમેનિકા મોકલ્યા હતા. ડોમેનિકા પહોંચ્યા બાદ લગભગ છ મહિનાથી યુવાનો ગુમ છે. અમેરિકા જવા નીકળેલા ગુજરાતના નવ યુવકો હતા ગુમ થયા છે. ગુજરાતી યુવાનોનું છેલ્લું લોકેશન ડોમેનિકાનું હતું. કેરેબિયન ટાપુના ડોમેનિકોમાં યુવાનો સાથે પરિવારની છેલ્લી વાત થઇ હતી.

પોલીસ દ્વારા કરેલી પ્રાથમિક તપાસમાં નવ લોકોનાં નામ-ઉંમર અને રહેઠાણ સામે આવ્યા છે, જે આ મુજબ છે.અંકિતકુમાર કાંતિભાઈ પટેલ (ઉંમર વર્ષ 33) (નારદીપુર, કલોલ), કિરણકુમાર તુલસીભાઈ પટેલ (ઉંમર વર્ષ 41) (આંબલિયાસણ, મહેસાણા), અવનીબેન જિતેન્દ્રકુમાર પટેલ (ઉંમર વર્ષ 31) (સરઢવ, ગાંધીનગર), સુધીરકુમાર હસમુખભાઇ પટેલ (ઉંમર વર્ષ 29) (હેડુઆ મહેસાણા), પ્રતીક હેમંતભાઈ પટેલ (ઉંમર વર્ષ 28) (ઉત્તરસંડા નડિયાદ, ખેડા), નિખિલકુમાર પ્રહલાદભાઈ પટેલ (ઉંમર વર્ષ 24) (સિપોર, વડનગર), ચંપાબેન ફતેસિંહ વસાવા (ઉંમર વર્ષ 42) (આંબલિયાસણ, મહેસાણા), ધ્રુવરાજસિંહ બળવંતસિંહ વાઘેલા (ઉંમર વર્ષ 20) (નારદીપુર, કલોલ), ભરતભાઇ રબારી (વાઘપુર, પ્રાંતિજ).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *