કોરોના સુરત સહિત ગુજરાતના મોટાભાગના મહાનગરોમાં તાંડવ કરી રહ્યો છે, દરરોજ મોતનો આંકડો વધી રહ્યો છે. આ મોતના આંકડાની સાથે સાથે હોસ્પિટલોની બેદરકારીના બનાવો પણ વધી રહ્યા છે. હાલ આવો જ એક કિસ્સો સુરત શહેર માંથી સામે આવ્યો છે. સુરતની એક ખાનગી હોસ્પીટલે એવું કૃત્ય કર્યું છે જેના કારણે માનવત મરી પરવારી છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી પ્રિયા જનરલ હોસ્પિટલમાં બમરોલી વિસ્તારમાં રહેતા ઉડિયા સમાજના ભગવાનભાઈ નાયક 24 એપ્રિલના દિવસ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતાં. તેમનો ટેસ્ટ કરાવતા કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. ભગવાન નાયકના પરિવારે ડિપોઝિટ પેટે 20,000 રૂપિયા ચૂકવ્યા હતાં. ત્યાર બાદ સારવાર શરૂ કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. પ્રિયા જનરલ હોસ્પિટલ દ્વારા તેમને દવાનો ખર્ચ 50000 રૂપિયા થયો હોવાથી તે ચૂકવવા માટે જણાવ્યું હતું. પરિવારના સભ્યોએ 30 એપ્રિલના દિવસે દર્દીનું મોત થતાં રૂપિયા 50 હજારની રકમ એકત્રિત કરવા માટે થોડો સમય માંગ્યો હતો.
આ ઘટના સામે આવતા લોકોમાં ભારે રોષ દેખાયો હતો અને લોકોએ હોસ્પિટલ સામે હોબાળો મચાવ્યો હતો. આ આજે ઘટના વહેલી સવારે બની હતી જ્યાં સુધી બિલ ચૂકવવામાં નહિં આવે ત્યાં સુધી મૃતદેહ તેમને આપવામાં આવશે નહીં. મોડી રાત સુધી પરિવારજનોને બિલ ન ચૂકવતા હોસ્પિટલના સંચાલકોએ મૃતદેહને હોસ્પિટલની બહાર રસ્તા ઉપર રઝળતો મૂકી દીધો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી હોસ્પિટલના સંચાલકોએ અમાનવીય રીતે મૃતદેહ હોસ્પિટલની બહાર મૂકી દીધો હતો. સીસીટીવી કેમેરામાં સ્પષ્ટ દેખાઈ આવતું હતું કે, કોવિડ પોઝિટિવ મૃતદેહ હોવા છતાં કેવી સ્થિતિમાં તેને બહાર મુકવામાં આવ્યો હતો.
મૃતકના પિતાએ જણાવ્યું કે, મારા પુત્રને 2 દિવસ પહેલા તાવ આવવા લાગ્યો હતો, અમે તેને ડોક્ટર પાસે લઇ ગયા, ડોકટરે દવા આપી પરંતુ સારું ન થતા અમે ફરી ડોક્ટરને વાત કરી હતી. ત્યારે ડોકટરે જણાવતા કહ્યું હતું કે, પેશન્ટને હોસ્પિટલ લાવવો પડશે અને હોસ્પિટલ લઇ ગયા તો કહ્યું કે પુત્રને દાખલ કરવો પડશે અને એક્સ રે કરાવવું પડશે આમ લગભગ અઢી હજાર રૂપિયામાં પુત્રને સારું થઇ જશે એવું ડોક્ટર દ્વારા પરિવારજનોને જણાવ્યું હતું.
મળેલી માહિતી અનુસાર, તબીબે કહ્યું હતું કે, એક્સ રે કરાવ્યા બાદ હજી વધારે ખર્ચ થશે, તેમણે દવા લખી આપી અને કહ્યું આ દવા લઇને આવો. 2 દિવસમાં કુલ 4500 રૂપિયાની દવા મગાવી હતી અને પછી 2 વખત દસ-દસ હજાર રૂપિયા ડિપોઝિટ કરવા કહ્યું હતું. છેલ્લે દીકરો મૃત્યુ પામ્યો અને તેનો મૃતદેહ હોસ્પિટલ બહાર રોડ પર જ ફેંકી દીધો અને દરવાજાને તાળા મારી દીધા. ત્યાર પછી અમે પોલીસને આ વાતની જાણ કરી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.