હત્યા કે આત્મહત્યા: જંગલમાંથી બે યુવતીઓના ઝાડ ઉપર લટકતા મૃતદેહ મળ્યા, વિકલાંગ હોવા છતાં ઝાડ પર કેવી રીતે ચડી?

ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના…

ગુજરાતમાં અવાર-નવાર આપઘાતની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે આજે ફરી એક આવી જ એક ઘટના પંચમહાલ જિલ્લામાંથી સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના લાલપુરી અને વરવાળા ગામની સીમમાં એરાલ અને ઝોઝ ગામની પિતરાઈ બહેનો સોમવારે મોડી રાત્રે એરાલ ગામમાં લગ્નમાં ગઈ હતી. અને ત્યાર બાદ રહસ્યમય રીતે ગુમ થઇ ગઇ હતી અને આજે વહેલી સવારે અંધારી કોતર પાસે આવેલા કણજના ઝાડ પર ઓઢણીથી ગળેફાંસો ખાધેલી હાલતમાં બન્ને યુવતીઓના મૃતદેહો મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

હત્યા કે આત્મહત્યા ઘેરાતા રહસ્યો
મળતી માહિતી અનુસાર, એક યુવતી અપંગ હતી. તો તે કઈ રીતે ઝાડ ઉપર ચડી શકી? તેવા સવાલો ઉભા થઇ રહ્યાં છે. આખરે આ આત્મહત્યા છે કે હત્યા તે અંગે રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. જેને લઈને રાજગઢ પોલીસે ઘટનામાં હાલ અકસ્માત મોતનો ગુનો નોંધીને બંને પિતરાઇ બહેનોના મૃતદેહોનું પેનલ પોસ્ટમોર્ટમ કરાવીને યુવતીઓના મૃત્યુનું સાચુ કારણ જાણવા તજવીજ હાથ ધરી છે.

પરિવારજનો પાસેથી મળતી વિગતો અનુસાર, વર્ષા બોડેલી કોલેજમાં અભ્યાસ કરતી હતી જયારે સોનલ ઉર્ફે પીનલ ઘોઘંબાની વરીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરતી હતી. જોકે, બંને આટલા ઊંચા ઝાડ પર ચઢીને આત્મહત્યા કરે તેવી વાત પોલીસના ગળે ઉતરતી નથી. સાથે જ વર્ષા પગે વિકલાંગ હતી, તેથી તે ઝાડ પર કેવી રીતે ચડી શકે. ત્યારે આ રહસ્યમય ઘટના પર પોલીસે તપાસ શરૂ કરી છે. 

ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યા
પંચમહાલ જીલ્લાના કાલોલ તાલુકાના એરાલ ગામે ખેતી કામ કરીને જીવન ગુજારતા અરવિંદભાઈ ગલુભાઈ રાઠવાની પુત્રી સોનલ ઉર્ફે પીનલ રાઠવા તેમજ તેની પિતરાઈ બહેન વર્ષાબેન રયજી નજરું રાઠવા (રહે.ઝોઝ) સોમવારે ઘોઘંબાના એરાલ નાયક ફળિયામાં લગ્ન પ્રસંગમાં ગયા હતા.

લગ્ન પુરા થયા બાદ મોડી રાત સુધી ઘરે પરત ન આવતા પરિવારજનો શોધવા માટે નીકળ્યા હતા, પણ બંનેનો કોઈ પત્તો લાગ્યો નહોતો. આજે સવારે ગામ નિસીમમાં અંધારી કોતર નજીક કણજના ઝાડ પર ઓઢણીથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં બન્નેના લટકતા મૃતદેહ મળી આવ્યા હતા. જેની જાણ થતાં મોટી સંખ્યામાં લોક ટોળા ઉમટી પડયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *