સમગ્ર ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ ક્યાંથી મળી રહે છે એ એક મોટો પ્રશ્ન છે. ત્યારે રાજ્યમાં દારૂ પીધેલા વ્યક્તિને અવાર નવાર પોલીસ દ્વારા પકડવામાં આવે છે જે કિસ્સા આપણે અવાર નવાર સાંભળતા હોઈએ છીએ અથવા તો છાપા પર પણ વાચતા હોઈએ છીએ. ત્યારે ફરી એક આવો જ કિસ્સો અમદાવાથી સામે આવ્યો છે. જાણીએ સમગ્ર ઘટના વિશે…
અમદાવાદ શહેરના પોશ વિસ્તાર સેટેલાઈટમાં દારૂ પીધેલ 2 વ્યક્તિઓ અને જુગાર રમી રહેલી 5 મહિલાઓ પર અચાનક જ પોલીસ ત્રાટકી હતી. પોલીસને જાણ કરવામાં આવી હતી કે શિવરંજની સોસાયટી જે સેટેલાઈટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી છે ત્યા ઘર નંબર 23 માં કેટલાક લોકો દારૂના નશામાં ધુત હતા અને કેટલાક લોકો જુગાર રમી રહ્યા હતા. ત્યારે પોલીસને અચાનક જ જાણ થતા આ સ્થળે પોલીસ ત્રાટકી હતી.
સેટેલાઇટ પોલીસને જાણ થતા જ પોલીસ દ્વારા રેડ પાડીને 2 વ્યક્તિઓ દારૂ પીધેલ હાલતમાં અને જુગાર રમી રહેલ 5 મહિલાઓને પોલીસ પકડવામાં સફળ થઈ હતી. સેટેલાઇટ પોલીસને જાણકારી મળી હતી કે શિવરંજની સોસાયટીના ઘર નંબર 23 પરિન મહેન્દ્ર શાહ જે મશીનરી ફેક્ટર ચલાવે છે. જેને પોતાના મિત્રોને જુગાર રમવા, ડ્રીંક કરવા અને ડીનર કરવા માટે બોલાવવામાં આવ્યા હતા. જયારે પોલીસને બાતમી મળતા જ પોલીસ અચાનક ત્રાટકી હતી અને જુગાર રમતી મહિલાઓ અને દારૂના નશામાં ધુત લોકોને પોલીસ રંગે હાથ પકડવામાં સફળ નીવડી હતી. પોલીસ દ્વારા પકડવામાં આવેલ તમામ આરોપીની ઉમર 40 વર્ષથી 62 વર્ષ સુધીની છે. બે આરોપીઓ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. પોલીસને આ ઘટના સ્થળ પરથી સિક્કાઓ, 17 હજાર રોકડા અને બે પાનાની કેટ પોતાના કબજે કરી હતી અને અત્યારે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પોલીસ દ્વારા પકડવામાં આવેલા આરોપીમાં પરીન મેહન્દ્રભાઇ શાહ(46 વર્ષીય), અમન અમુલખ વાલાણી(58 વર્ષીય), નિલાબેન કોઠારી(62 વર્ષીય), ગુલઝાર અમનભાઇ વાલાણી(40 વર્ષીય), હેતલ પરિન શાહ(44 વર્ષીય), ગાયત્રી પ્રણયભાઇ શાહ(48 વર્ષીય), જ્યોત્સના ભાગ્યેશ પટેલનો સમાવેશ થાય છે. સેટેલાઈટ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.