બોચાસણ વાસી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે. ત્યારે અમદાવાદના દરિયાપુર મતવિસ્તારના MLA ગ્યાસુદ્દીન શેખે પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા યોગીજી મહારાજ હોસ્પિટલમાં ફાળવણી કરી છે. એક મુસ્લિમ MLA દ્વારા BAPS સંસ્થામાં પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા આપીને કોમી એકતાના દર્શન કરાવ્યા છે.
MLA ગ્યાસુદ્દીન શેખે આપેલી ગ્રાન્ટમાંથી વેન્ટીલેટર મશીન, મલ્ટીર પારા મોનીટર, બાયપેપ મશીન અને ડાયાલીસીસ મશીનની ખરીદી કરવામાં આવશે. અત્રે ઉલેખનીય છે કે, ધારાસભ્યોને 1.25 કરોડની ગ્રાન્ટ મળે છે. તેમાંથી ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે 50 લાખ રૂપિયા કોરોનાને હરાવવા માટે યોગીજી મહારાજ હોસ્પિટલમાં ફાળવ્યા છે. આ ઉપરાંત લોંખડવાલા હોસ્પિટલને પણ તેમણે 50 લાખ ફાળવવાની તૈયારી બતાવી છે.
યોગીજી મહારાજ હોસ્પિટલમાં પોતાની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા ફાળવ્યા બાદ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું છે કે, બીએપીએસ સંસ્થાનના બ્રહ્મલીન પ્રમુખસ્વાામી મહારાજ તથા મહંતસ્વા મીના આશીર્વાદ મને હંમેશા મળતા રહ્યા છે. સંસ્થાસના સેવાયજ્ઞમાં જોડાવાની BAPS સંસ્થા દ્વારા મને જે તક આપવામાં આવી છે, તે બદલ હું BAPS સંસ્થાનો આભારી છું.
ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે વધુમાં જણાવતા કહ્યું કે, શાહીબાગ વિસ્તા્રમાં આવેલી BAPS સંસ્થા સંચાલિત યોગીજી મહારાજ હોસ્પિણટલમાં ઘણા લાંબા સમયથી કોરોના સંક્રમિત દર્દીઓની પ્રશંસનીય સેવા થઈ રહી છે. યોગીજી મહારાજ હોસ્પિયટલ દ્વારા જરૂરિયાતમંદ દર્દીઓને સેવા પૂરી પડાઈ રહી છે ત્યારે સંસ્થાોના સેવાયજ્ઞને લક્ષમાં લઈ જરૂરિયાતમંદ દર્દીઓની વધુ સારી સેવા થાય અને આ સેવાયજ્ઞમાં હું પણ મદદરૂપ થઈ શકું તે માટે ધારાસભ્યક તરીકેની મારી ગ્રાન્ટયમાંથી સંસ્થાંને રૂ. 50 લાખની ગ્રાન્ટ્ ફાળવવા મેં ગઈકાલે ઈચ્છા્ દર્શાવેલ હતી. મારી ઈચ્છાનને માન આપીને BAPSના કોઠારી સ્વામીજીએ સંમંતિ દર્શાવતાં મે તેમને ગ્રાન્ટ ફાળવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.