સુરતમાં ઘરકંકાસે લીધો માસુમનો ભોગ: એન્જિનિયર પતિએ પત્ની સાથે ઝઘડા બાદ કર્યો આપઘાત

સુરત જીલ્લા ના પાંડેસરા વિસ્તારમાં રહેતાં દંપતી માંથી પતિ એન્જિનિયર તરીકે ની નોકરી કરતો હતો અને પત્ની શિક્ષિકા તરીકે ની નોકરી કરતી હતી. આ યુવાન કોરોના મહામારી ના લીધે થી ઘર બેઠા જ કામ કરતો હતો. જોકે નવા મકાનને લઈને છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે ઝગડો હતો હતો. શિક્ષિકા પત્ની પતિ સાતે ઝઘડો કરતી હતી. જેનાથી કંટાળી ગયેલો પતિ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. પોલીસે આ મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરુ કરી છે.

હાલ માં કોરોના ની ગંભીર મહામારી માં આથિક અને માનસિક રીતે કંટાળી ને સતત આપઘાતની ઘટના બની રહી છે, કેટલાક લોકો કોરોના મહામારીમાં પોતાનો કામ ધંધો છૂટી જતા તો કેટલાક લોકો પોતાના પરિવારનું આર્થિક જરૂરિયાત પુરી ન કરી શકતા હોય કેટલાક લોકો કોરોનાકાળમાં ઘરેથી કામ કરતા પરિવાર ના સભ્યો સાથે કોઈ બાબતે ઝઘડો થતા આવેશમાં આવીને આપઘાત કરી લેતા હોય છે.

આવા કપરા સમય માં વધુ એક આપઘાતને લઈ ઘટના સામે આવી છે. જોકે મૂળ ઉત્તર પ્રદેશના વતનીને હાલમાં સુરતના ભેસ્તાન ખાતે આવેલ દીપજ્યોત સોસાયટીમાં રહેતા પોતાના પરિવાર સાથે સંતોષ રામશંકર યાદવ રહેતો હતો. જોકે, પોતે એન્જિનિયર લઇને મુંબઈની કંપનીમાં કામ કરતો હતો જોકે કોરોના મહામારી વચ્ચે છેલ્લા કેટલાંક સમયથી ઘરેથી ઓનલાઇન કામ કરતો હતો.

વધુ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે સંતોષની પત્ની સુરતના પર્વત પાટિયા નજીક એક ખાનગી શાળા માં  શિક્ષિકા તરીકેની નોકરી કરીને પરિવારને આર્થિક મદદ કરતી હતી. જોકે, પતિ હોવાને લઈને છેલ્લા કેટલાક સમયથી નવા ઘરેને લઈને પતિ પત્ની વચ્ચે દરરોજ નાની-મોટી તકરાર ચાલતી હતી. જોકે દરરોજની તકરારને લઈને માનસિક રીતે તણાવમાં રહેતા એન્જિનિયર પતિએ ઘરમાં કોઈ નહિ હોવાને લઈને આવેશમાં આવી જઈને પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું.

આ પરિવારના સભ્યો ઘરે આવતા સમગ્ર મામલો સામે આવતો હતો. તેમને બુમાબુમ કરી ત્યાના સ્થાનિક લોકો  આ યુવાને નીચે ઉતારી હૉસ્પિટલ ખાતે લઈને ગયા હતા જ્યાં તબીબે આ યુવાને મૃતત જાહેર કર્યો હતો. જોકે, ઘટનાની જાણકરી મળતા પોલીસ પણ તાત્કાલિક દોડી જઈને આ મામલે તપાસ કરતા મરનાર યુવાનના પિતાએ છેલ્લા કેટલાક સમયથી પતિ-પત્ની વચ્ચે નવા મકાનને લઈને ઝઘડા ચાલતા હોવાની જાણકારી આપતા પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *