કોરોનાની બીજી લહેરે સમગ્ર દેશમાં તાંડવ મચાવ્યો છે. બીજી લહેર એટલી ઘટક સાબિત થઇ છે કે કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પીટલમાં બેડ નહોતા મળી રહ્યા તો કેટલાય દર્દીઓને ઓક્સીજન પણ નહોતો મળી રહ્યો. જેને લીધે કેટલાય પરિવારજનોને પોતાના સ્વજ્જનો ગુમાવવાનો વારો આવ્યો છે.
ત્યારે આ કોરોનાની ગંભીર પરિસ્થિતિનો શિકાર બાળકો ન બને તે માટે ગુજરાત સરકાર દ્વારા ધોરણ ૧૦ ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે. જયારે ગુજરાત સરકાર દ્વારા રીપીટર વિદ્યાર્થીઓ માટે હાલમાં કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, જેથી રીપીટર વિધાર્થીઓની પરીક્ષા બાબતે સરકાર દ્વારા આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.
પરંતુ ધોરણ ૧૦ ના રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન તો આપવામાં આવ્યું પરંતુ હવે તેના વિશે સરકારને ચિંતા સતાવી રહી છે.ધોરણ ૧૦ ના વિધાર્થીઓની બોર્ડની પરીક્ષા રદ કરી સરકારે હાલ માસ પ્રમોશન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. ત્યારે હવે ધોરણ ૧૦ ના વિધાર્થીઓનું પરિણામ કઈ રીતે તૈયાર કરવું અને ક્યાં નિયમોને આધારે વિધાર્થીઓને માસ પ્રમોશન આપવું તેમજ તેમની સાથે ડીપ્લોમાં સહિતના આગળ પ્રવેશ મેળવવા ક્યાં નિયમો નક્કી કરવા તે સહિતના મુદ્દાને આધારે સરકાર દ્વારા કમિટી રચવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જયારે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની પરિક્ષા લેવામાં આવશે અને તે પણ જુનના બીજા કે છેલ્લા અઠવાડિયામાં લેવાઈ શકે છે.
સરકારે તો ઉતાવળમાંને ઉતાવળમાં નિર્ણય કરતા ધોરણ ૧૦ ની પરિક્ષા કેન્સલ તો કરી દીધી છે જેને લીધે માસ પ્રમોશન આપવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હવે પરિણામ કેવી રીતે તૈયાર કરવું અને ૮.૩૭ લહ જેટલા રેગ્યુલર વિધાર્થીઓને ક્યાં માપદંડને આધારે માસ્સ પ્રમોશન આપવું તે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. આમ તો સરકારે ખરેખર ધોરણ ૧૦ ના વિધાર્થીઓને માસ પ્રમોશન આપવા માટે પહેલા તજજ્ઞાોની કમિટી બનાવવાની જરૂર હતી. પરંતુ સરકારે પહેલા નિર્ણય લઇ લીધો અને પછી તજજ્ઞાોની કમિટી બનાવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.