ઓનલાઇન શોપિંગમાં ઘણી બધીવાર ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોય છે. કસ્ટમર ઓર્ડર કંઇક બીજું કરે છે અને બદલામાં વસ્તુ કંઇક બીજી જ મળે છે. કોરોનાટાઈમમાં ઓનલાઈન શોપિંગ પણ વધી ગયું છે. મુંબઈમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાના સાથે થયેલી છેતરપિંડી જણાવી.
હાલ ચાલી રહેલા કોરોના કાળમાં ઓનલાઈન શોપિંગ ઘણી વધી ગઈ છે. ઓનલાઈન શોપિંગમાં ઘણીવાર ગ્રાહકો સાથે છેતરપિંડી થતી હોય છે. કસ્ટમર ઓર્ડર કંઇક બીજું કરે છે અને બદલામાં કઈક બીજી જ વસ્તુ મળે છે. આ દરમિયાન મુંબઈમાં એક વ્યક્તિએ સોશિયલ મીડિયા પર પોતાના સાથે થયેલી છેતરપિંડી વિષે જણાવ્યું હતું.
લોકેશ ડાગાએ એમેઝોન પરથી કોલગેટ માઉથવોશ મગાવ્યું હતું, પરંતુ તેને માઉથવોશને બદલે રેડમી નોટ 10 સ્માર્ટફોન મળ્યો હતો. ઓર્ડરમાં થયેલા આટલા મોટા બ્લંડર પછી તેણે એમેઝોનને ટેગ કરીને પોસ્ટ કરી હતી. જે પાર્સલ તેને મળ્યું તેની પર એડ્રેસ અને નામ પણ કોઈ બીજાનું હતું. 396 રૂપિયાના માઉથવોશની સામે તેને એક નવો સ્માર્ટફોન મળી ગયો. પ્રોડક્ટ રીટર્ન ન થતા તેણે કંપનીને રિક્વેસ્ટ કરી હતી.
આ પોસ્ટ જોઇને સોશિયલ મીડિયા યુઝર્સને પણ નવાઈ લાગી. એક યુઝરે લખ્યું કે, માઉથવોશને બદલે ફોન? બીજા યુઝરે કહ્યું, તમે સજ્જન છો બાકી બીજા હોય તો સ્માર્ટફોન રાખી લે. અમને આશા છે કે, તમને જલ્દી માઉથવોશ મળી જાય. અન્ય યુઝરે કહ્યું, તમે આ સ્માર્ટફોન મને આપી દો, હું તમારા માટે માઉથવોશ ઓર્ડર કરી દઈશ. તમે પણ ખુશ અને હું પણ ખુશ. બીજા યુઝરે કહ્યું, તમારી પ્રમાણિકતાએ અમારા સૌનું દિલ જીતી લીધું. પ્લીઝ એમેઝોન, આ ફોન તેમને પ્રમાણિકતા માટે ગિફ્ટમાં આપો.
આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં એક એવો કિસ્સો બન્યો જેમાં કોલકાતામાં એક ભાઈએ આઈફોન ઓર્ડર કર્યો હતો, પણ તેને પાર્સલમાં સાબુ મળ્યો. આઈફોનની જગ્યાએ સાબુ મળતા તેને જોરદાર ઝટકો લાગ્યો હતો. ઈંગ્લેન્ડમાં ઓલિવિયા પાર્કિંસન નામની મહિલાએ ઓનલાઈન આઈફોન 12 પ્રો મેક્સ મંગાવ્યો હતો. આ મહિલાને શોક ત્યારે લાગ્યો જ્યારે આઈફોન 12 પ્રો મેક્સના બોક્સમાં તૂટેલી ટાઈલ્સ મળી. મહિલાએ તેનો ફોટો ટ્વિટર પર પોસ્ટ કરતાંની સાથે જ તે વાઈરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.