ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહી છે ગૌમાતાની ચોરી અને ગૌમાંસનું વેચાણ- અહિયાં પકડાયો ગૌમાંસનો એટલો જથ્થો કે…

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વટવા ખાતે રાતે કરફ્યૂંના કડક અમલના કાયદા વચ્ચે ગાયો ચોરીને કતલ કરવાના બનાવ દિવસે ને દિવસે વધી રહ્યાં છે. આવો જ બનાવ વટવામાં ખાતે સરતાજનગર પાસે દુકાનમાં પોલીસે રેડ પાડતાં ૧૨ કિલો ગૌમાંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દુકાનદાર સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સરતાજનગરમાં જાહેર રોડ પર દુકાનમાં ગૌવંશનું ૧૨ કિલો માંસ હોવાનો પર્દાફાશ થયો હતો. ઘટનાની માહિતી મળી છે કે, વટવા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ પ્રતિપાલ સિંહ પ્રવીણ સિંહે ફરિયાદ નોધાવી છે કે, ગઈ સાંજે ચોક્કસ માહિતી ખબર આધારે પોલીસે વટવા સરતાજનગર ઠોકોર વાસમાં રહેતા અંસારભાઇ નિરસભાઇ કુંરશીની મટનની દુકાનમાં દરોડો પાડયો હતો. જ્યાંથી ૧૨ કિલો ગ્રામ રૂપિયા ૧૮00ની કિંમતનું ગૌમાંસ મળી આવ્યું હતું. એફએસએલમાં પરિક્ષણ માટે મોકલી આપીને ગૌમાંસના રિપોર્ટ આધારે દુકાનદાર સામે ગુનો નોધ્યો હતો. પોલીસે દુકાનમાં કતલ કરવાના છરા તથા ડીજીટલ કાંટા સાથે રૂપિયા ૨૮,000 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

અગાઉ રામોલમા જશનગરમાં પોલીસે દરોડા પાડીને એક દુકાનમાંથી 200 કિલો ગૌમાંસનો જથ્થો પકડી પાડયો હતો, રામોલ પોલીસે ચાર આરોપી સામે ગુનો નોધી ત્રણ આરોપીની ધરપકડ કરી છે. પોલીસ કાર્યવાહી પ્રમાણે  આરોપીઓ મોડી રાતે ગાયોની ચોરી કરીને જાહેરમાં કતલ કરતા હતા. આ ઘટનાના છ મહિના પહેલા ખોખરામાં ભાઇપુરા વિસ્તારમાં રાતના ૨ વાગે મલધારીઓના ઘર પાસે સ્કોર્પીયો કારમાં ચાર શખ્સો આવ્યા હતા અને ત્યાં ના વાડામાં બાંધેલી ગાયોની ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા આ સમયે માલધારી જાગી જતાં બુમો પાડી હતી.

જેથી ત્યાના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. જેથી આરોપીઓ ભાગી છૂટયા હતા. પરંતુ બીજીવાર ફરીથી આરોપીઓએ આવીને ખોખરામાં હરીપુરા ખાતે રબારી વાસમાંથી બે ગાયોની ગુરુજી બ્રિજના નીચેથી ચોરી કરી હતી અને વટવામાં લઇ જઇને કતલ કરીને ગૌમાંસ ને ખુબ મોટી કીમત માં વેચતા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *