સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.
હાલમાં જોવા જઈએ તો મ્યુકરમાઈકોસિસ રોગ ખુબ જ ઝડપથી પ્રસરી રહ્યો છે જેમાં ઘણા નાગરિકો આ રોગના ભરડામાં આવી ચુક્યા છે. જ્યારે આવી ગંભીર પરિસ્થિતિમાં પણ કેટલાય લોકો માનવતાને નેવે મુકીને કાળાબજારી કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે હાલમાં જ ક્રાઇમ બ્રાન્ચે અને ડ્રગ ઇન્સ્પેક્ટર દ્વારા મ્યુકરમાઈકોસિસનાં ઈન્જેક્શનના કાળાબજારી કરતા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે સ્મિત રાવલ અને પ્રજ્ઞેશ પટેલ નામના બે યુવકોએ મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શન એમ્ફોટેરીસીન બી ની બજાર કિંમત કરતા વધુ કિમતમાં વેચાણ કરી રહ્યા હતા.
ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કુલ ૪ જેટલા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઇમ બ્રાન્ચએ નીરવ પંચાલ, સ્મિત રાવલ, વશિષ્ઠ પટેલ અને પ્રગ્નેશ પટેલ નામના કુલ ૪ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીની પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે તમામ આરોપીઓ હાર્દિક પટેલ નામના યુવક પાસેથી આ ઇન્જેક્શન લાવતા હતા.
મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શનની બજારની કિંમત ૩૧૪.૮૬ રૂપિયા છે. ત્યારે આરોપીઓ આ મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શન ૧૦ હજારમાં વેચતા હતા. હાલમાં પોલીસએ આરોપીઓની ધરપકડ કરીને કોને કેટલી કિંમતમાં મ્યુકરમાઈકોસિસનાં ઇન્જેક્શન વેચ્યા છે તે અંગેની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. સાથે બીજી કોઈ જગ્યાએ ઇન્જેક્શનની સંગ્રહખોરી કરી છે કે નહિ તે અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.