કોરોનાની બીજી લહેર ખુબ જ ઘાતક સાબિત થઇ છે. જેને લીધે કેટલાય લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. તો કેટલાય લોકોને પુરતી સુવિધા ન મળતી હોવાને કારણે જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે આ કોરોના વાયરસનું સંક્રમણ ઘટાડવા માટે દેશના ઘણા ખરા રાજ્યમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. જેમની મોટી અસર લગ્ન સમારોહ પર પડી રહી છે. ત્યારે લગ્ન સમારોહમાં મર્યાદિત સંખ્યામાં જ મહેમાનોની હાજર રહેવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે એક વિચિત્ર ઘટના સામે આવી છે જેમાં કપલ પ્લેનની અંદર જ લગન કરી રહ્યું છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…
તમિલનાડુંના એક કપલે લોકડાઉન વચ્ચે લગ્ન માટે એક રસ્તો કાઢ્યો છે. ત્યારે આ કપલે નવો જ રસ્તો અપનાવીને પ્લેનમાં જ લગ્ન કર્યા હતા. જયારે આ લગ્નમાં 130 જેટલા મહેમાનો હાજર રહ્યા હતા. લગ્ન કર્યા તેનો તો કઈ વાંધો નહિ પરંતુ આ લગ્નમાં ના તો લોકોએ માસ્ક પહેર્યા છે ના તો સામાજિક અંતર બતાઈ રહ્યું છે..!! લોકો માસ્ક વગર જ એક બીજાની ખુબ જ નજીક ઉભા છે ત્યારે આ કપલ સબંધીઓના ટોળા વચ્ચે ઘેરાયેલા હતા. તમિલનાડુમાં કોરોનાના કેસનું સંક્રમણ વધતા ૨૪ મેથી સાત દિવસના લોકડાઉનની ઘોષણા કરવામાં આવી છે.
લોકડાઉનનો નિયમ માત્ર ધરતી પર જ અમલી છે તેવું વિચારીને તમિલનાડુના આ કપલે સગા-સંબંધીઓની હાજરીમાં લગ્ન કરવા માટે આ અનોખો પ્લાન અજમાવ્યો હતો. તેમણે ચાર્ટર્ડ વિમાનમાં 130 જેટલા સગા-સંબંધીની હાજરીમાં માસ્ક અને સામાજિક અંતર વગર જ લગ્ન કરી લીધાં. આ લગ્ન તમિલનાડુના મદુરાઈમાં થુથુકુડી જઈ રહેલી ચાર્ટર્ડ ફ્લાઈટમાં યોજવામાં આવ્યા હતા.
તમિલનાડુના મદુરાઈમાં રહેતા રાકેશ અને દિક્ષાના લગ્ન બે દિવસ પહેલા યોજાયા હતા. કોરોનાના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને બહુ ઓછા પ્રમાણાં સંગા-સંબંધીઓ હાજર રહી શક્યા હતા. તમિલનાડુ સરકારે કોરોનામાંથી એક દિવસની મુક્તિ આપવાની જાહેરાત કરી અને આ તક કપલે ઝડપી લીધી હતી અને ફટાફટ જ ચાર્ટર્ડ વિમાન બુક કરાવી લીધું હતું.
આ વિમાનમાં તેમણે સગા સબંધીઓની હાજરીમાં લગ્ન વિધિ સંપન્ન કરી હતી. દંપત્તિએ જણાવતા કહ્યું હતું કે, વિમાનમાં સવાર તમામ 130 પ્રવાસીઓ તેમના સગા-સંબંધી હતા અને તમામનો આરટીપીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો અને તે પછી જ તમામ 130 પ્રવાસીઓને વિમાનમાં બેસાવાની મંજુરી આપવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.