જેણે રસી લીધી જ નથી તેના ફોનમાં મેસેજ આવી રહ્યા છે કે, ‘તમે સફળતા પૂર્વક વેક્સીન લઇ લીધી છે’

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે. જેને લીધે કેટલાય કોરોનાગ્રસ્ત દર્દીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. તો અપૂરતી સુવિધાઓને કારણે કેટલાય પરિવારજનોએ પોતાના સ્વજનને ગુમાવવા પડ્યા છે. ત્યારે આ મહામારી સામે લડવા માટે સરકારે આપણને એક હથિયાર વેક્સીન સ્વરૂપે આપ્યું છે. ત્યારે આ વેક્સીન કોરોના સામે અસરગ્રસ્ત સાબિત થઇ છે. ત્યારે હવે લોકોમાં વેક્સીન અંગે પણ જાગૃતિ આવી રહી છે અને લોકો વેક્સીન મુકાવવા માટે લાંબી કતારમાં ઉભા જોવા મળી રહ્યા છે.

સમગ્ર ભારતમાં રસીકરણ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. ત્યારે ઘણા જાગૃત લોકો રસી મુકાવવા માટે રસીકરણ કેન્દ્ર પર જઈ રહ્યા છે. તો કેટલાય લોકો ડરના માર્યા વેક્સીન મુકાવતા નથી. સરકાર દ્વારા અને સામાજિક સંસ્થા દ્વારા તથા ધાર્મિક સંસ્થાઓ દ્વારા લોકોને રસી લગાવવા માટે વારંવાર અપીલ કરવામાં આવી રહી છે. તો પણ અમુક લોકો ડરને લીધે વેક્સીન મુકાવતા નથી. ત્યારે આ બધા વચ્ચે એક અનોખી ઘટના સામે આવી છે. જાણીએ શું છે સમગ્ર ઘટના…

મળતી માહિતી અનુસાર ભાવનગરના ગારીયાધાર ગામમાં એક અનોખી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક વ્યક્તિ દ્વારા વેક્સીન લેવાના નથી આવી છતાં પણ ફોન માં ટેક્સ મેસેજ આવ્યો કે તમે સફળતા પૂર્વક રસી લઇ લીધી છે. વ્યક્તિના જણાવ્યા અનુસાર તેમણે તારીખ 24-05-2021 ના રોજ સાંજના 04:51 વાગ્યે મારા ફોનમાં ટેક્સ મેસેજ આવ્યો કે તમારો વેક્સીનનો બીજો ડોઝ સફળતા પૂર્વક લીધો છે. પણ મેં કોઈ વેક્સીન લીધી જ નથી હું તો એ સમયે મારી ઓફીસમાં જ બેઠો હતો. ટેક્સ મેસેજ આવ્યા બાદ હું BRC ભવનમાં ગયો. ત્યાં તપાસ કરતા પૂછ્યું તો જાણવા મળ્યું કે જે નર્સે મને વેક્સીનનો બીજો ડોઝ આપ્યો એ નર્સ તો ૧૦ દિવસથી રજા પર છે. શું આમ જ સરકાર બધા લોકોને ૧૦૦% વેક્સીન આપશે ??

આ સમગ્ર ઘટના પરથી કહી શકાય કે શું સરકાર આવી જ રીતે લોકોને ઉલ્લુ બનાવશે ? જે વ્યક્તિ વેક્સીનનો બીજો ડોઝ લેવા જ નથી ગયો તે વ્યક્તિને ૧૦ દિવસથી રજા પર રહેલી નર્સે જ બીજો ડોઝ આપ્યો કેવી રીતે..!! જો આવી જ માહિતી બહાર આવશે તો સરકાર દ્વારા આપવામાં આવેલ અત્યાર સુધીના વેક્સીનેશનના આંકડા પર સવાલ ઉઠી રહ્યો છે કે સરકાર શું આવી રીતે જ લોકોને રસી આપશે ??

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *