છેલ્લા પાંચ મહિનાથી બ્લેક ફંગસથી પીડાતા પતિને બચાવવા પતિવ્રતા પત્નીએ દિનરાત એક કર્યા, ઘર વેચી નાખ્યું પરંતુ…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે.દેશમાં સૌથી વધુ મ્યુકોરમાઈકોસીસના દર્દીઓ ગુજરાત રાજ્યમાં નોંધાયા છે.

ગુજરાત રાજ્યમાં બ્લેક ફંગસનો એક રેર કેસ સામે આવ્યો છે. જે છેલ્લા ૫ મહિનાથી સારવાર કરવામાં આવી છતાં પણ મટ્યો જ નથી. મળતી માહિતી અનુસાર રાજકોટ શહેરનો યુવક વિમલ દોશી કોરોનાને કારણે સંક્રમિત થયો હતો. પણ વિમલ દોશીએ કોરોના સામેની જંગ જીતી લીધી હતી. પરંતુ હાલમાં છેલ્લા 5 મહિનાથી બ્લેક ફંગસથી પીડાય રહ્યો છે. સતત વધી રહેલા બ્લેક ફંગસના સંક્રમણથી ખુબ જ પરેશાન છે. યુવક વિમલ દોશીને અત્યાર સુધીમાં બ્લેક ફંગસને કારણે 39 જેટલા ઇન્જેક્શન આપવામાં આવ્યા છે. જયારે વિમલને 5 મહિનામાં 6 જેટલી સર્જરી પણ કરાવવી પડી હતી. જયારે હજુ પણ 7 મી સર્જરી થવાની છે.

બ્લેક ફંગસને કારણે અત્યાર સુધીમાં ભેગી કરેલ તમામ રકમ અને ઘર પણ વેચાઈ ગયું:
આ સમગ્ર ઘટના વિશે વિમલ દોશીની પત્ની ચાંદનીએ જણાવતા કહ્યું હતું કે, તેઓ મૂળ રાજકોટના છે. મારા પતિ કામના કારણે અમદાવાદમાં જ રહેતા હતા. અમદાવાદ શહેરમાં જ નવેમ્બર મહિનામાં કોરોનાને લીધે સંક્રમિત થયો હતો. જેની કોરોનાની સમગ્ર સારવાર 15 દિવસ સુધી ચાલી રહી હતી. સારવાર દરમિયાન તેમણે ઓક્સિજનની સાથે સ્ટેરોઈડ એટલે કે વધુ પ્રમાણમાં દવા પણ આપવામાં આવતી હતી. પત્નીના કહ્યા અનુસાર તેમના પતી વિમલ દોશીના નાકમાંથી બ્લેક ફંગસ મળી આવી હતી. જયારે આ બ્લેક ફંગસને લીધે પહેલી નાકની સર્જરી આણંદની મેડિકલ કોલેજમાં કરવામાં આવી હતી. ત્યારબાદ આંખની  સર્જરી કરવામાં આવી હતી. ત્યાર પછી નાક અને તેમની આજુબાજુ ફરીવાર સર્જરી કરવામાં આવી હતી. જયારે હાલમાં બ્લેક ફંગસનું સંક્રમણ મગજ સુધી પહોચી ચુક્યું છે. જેને લીધે હવે મગજની ન્યુરો સર્જરી પણ કરાવવી પડશે.

વિમલ દોશીના પત્નીના કહ્યા અનુસાર બ્લેક ફંગસના સંક્રમણને લીધે તે છેલ્લા પાંચ મહિનાથી આણંદમાં જ રહે છે. પત્નીએ જણાવતા કહ્યું છે કે માર પતી વિમલની સર્વરમાં અત્યાર સુધીની તમામ સારવારમાં તેમના જીવનની ભેગી કરેલી મૂડી પણ ખતમ થઇ ચુકી છે અને સાથે અમારે ઘર પણ વેચવાનો વારો આવ્યો છે.તમામ સારવારમાં અત્યાર સુધીમાં લગભગ 41 લાખ જેટલા રૂપિયાનો ખર્ચ થઇ ગયો છે. હજુ પણ અંદાજે 10 લાખથી 15 લાખ રૂપિયાની જરૂર છે.

વિમલ દોશીની સારવાર કરનાર ડોક્ટરનું કહેવું છે કે, કોરોના બાદ જે પ્રકારે તે બ્લેક ફંગસના શિકાર બન્યા છે, ત્યારે તેમનો જીવ બચી જવો તે એક ખરેખર ચમત્કાર કહી શકાય. ડોકટરે આગળ જણાવતા કહ્યું કે, વિમલની અત્યાર સુધીમાં કુલ તેમની એક ફોરહેડ સર્જરી, ચાર લેપ્રોસ્કોપી અને બ્રેન સર્જરી કરવામાં આવી છે.

હવે આ સારવાર માટે પરિવારજનોએ તેમની સંપત્તિ વેચી તેમાંથી મેડિકલ ટ્રીટમેન્ટ નો ખર્ચેા ચાલી રહ્યો છે તેમ છતાં હજુ એક સર્જરી માટે રૂા.૧૨ લાખની પરિવારજનોને આર્થિક મદદની જરૂર છે જો સમાજ, સંસ્થાઓ કે અન્ય દાતા ઓ તેમની સહાય કરે તો આ કસોટી પરથી બિમલ દોશી સફળતાપૂર્વક પાર થઈ કરી શકે તેમ છે. આઈ સી આઈ સી આઈ બેન્ક માં તેમના ખાતા નંબર ૬૨૪૮૦૧૫ ૨૧૨૪૬ છે. અત્યાર સુધીમાં પરિવારે તેમની સારવાર માટે રૂા.૪૧ લાખ ખર્ચી નાખ્યા છે અને પાંચમું મ્યુકર આવ્યુ છે ઇન્ફેકશનના લીધે કિડની પર અસર થતાં હવે તબીબોએ દવા દ્રારા સારવાર ચાલુ કરી છે જેમાં ૯૬ હજારની ૯૬ ગોળી નો કોર્ષ કરવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *