જોત જોતામાં ત્રણ માળનું મકાન થયું જમીનદોસ્ત- જુઓ LIVE VIDEO

બુધવારે બપોરે 3:30 વાગ્યે બિહારના જહાનાબાદના મુખ્ય બજારમાં NH 83 બસ સ્ટેન્ડ પાસે 3 માળનું મકાન ધરાશાયી થયું હતું. જેનાથી નેશનલ હાઇવે બંને તરફથી જામ થઇ ગયો હતો. મકાન પડ્યા બાદ લોકો ફોટો અને વીડિયો બનાવવા માટે રસ્તા પર આવી ગયા હતા. જાણવા મળ્યું છે કે, આ ઘટનામાં કોઇ જાનહાની થઇ નથી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

મકાન ધરાશાયી થયું તે પહેલા એક ડમ્પર ત્યાંથી પસાર થયું હતું. જો સહેજ મોડું થયું હોત તો મકાન ટ્રકની ઉપર પડ્યું હોત. બજાર વચ્ચે બનેલ આ મકાન તાશના પત્તાની જેમ ધરાશાયી થઇ ગયું હતું. મળતી માહિતી મુજબ, સામાન્ય દિવસોમાં ભીડથી ભરેલ આ બજાર લોકડાઉનના કારણે ખાલી હતું. જેના કારણે ત્યાં કોઈને નુકસાન થયું ન હતું.

પડોશી ધીરજ કુમારે કહ્યું કે અચાનક મકાન તૂટી પડ્યું, ત્યારે તેમને લાગ્યું કે ભૂકંપ છે. અન્ય એક સાક્ષી પિન્ટુ કુમારે કહ્યું કે, જો આ ઘટના સવારે 10 વાગ્યાની આસપાસ બની હોત, તો ડઝનેક લોકોએ જીવ ગુમાવ્યો હોત. કારણ કે, સવારે આ ઘરની સામે રસ્તાની બંને બાજુ શાકભાજી છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે, તે મકાનના નીચેના ભાગમાં એક કાપડની દુકાન પણ હતી. પડી ગયેલ મકાન જર્જરિત અને જૂનું થઇ ગયું હતું. જેને કારણે કોઇ ત્યાં રહેતું ન હતું. પટનાથી ગયા જતો આ રાજમાર્ગ એટલે કે, એનએચ 83 આ મકાન ધરાશાયી થવાના કારણે જામ થઇ ગયો હતો.

મકાન ધરાશાયી થયાની બાતમી મળતાં ઓફિસર રાજીવ રંજન, સિટી એક્ઝિક્યુટિવ ઓફિસર દિનેશ પુરી, માળખમપુર પોલીસ સ્ટેશન રંજ્ય કુમાર સહિત સમગ્ર ટીમઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ ત્યાંથી મકન હટાવવા અધિકારીઓ દ્વારા JCB બોલાવીને કામગીરી શરૂ કરાવી હતી. લગભગ 3 કલાક પછી મકાનને હટાવ્યા પછી NH પરથી વાહનોને જવા દેવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે, સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે. મકાન ધરાશાયી થવા પાછળનું ચોક્કસ કારણ હજી જાણી શકાયું નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *