કોરોના કાળમાં સુરતની ખાનગી કોલેજે ફી ઉઘરાણી શરુ કરતા AAP નું વિદ્યાર્થી સંગઠન આવ્યું વિદ્યાર્થીઓના સમર્થનમા

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી…

સમગ્ર દેશમાં કોરોનાની સ્થિતિએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આવા સમયમાં પરિસ્થિતિ સંપૂર્ણ પણે બેકાબુ બની ગઈ હતી. કોરોનાની બીજી લહેરને કારણે કેટલાય લોકો મોતને ભેટી ચુક્યા છે અને કેટલાય લોકો પુરતી સારવાર અને નિદાનની અપૂરતી સુવિધાના કારણે લોકો આર્થિક અને માનસિક રીતે ભાંગી પડ્યા છે. જયારે આવા સમયમાં કોરોનાની આડઅસરને કારણે એક નવો ગંભીર રોગ મ્યુકરમાઈકોસિસથી લોકો પીડાઈ રહ્યા છે. ત્યારે હવે લોકો બ્લેક ફંગસ અને વ્હાઈટ ફંગસના શિકાર બની રહ્યા છે.

ત્યારે આવા કપરા કાળમાં પણ ખાનગી કોલેજો અને સ્કૂલો ફી ઉઘરાવવાનું ચૂકતી નથી. ત્યારે સુરતના છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS) સંગઠન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ સ્વામી આત્માનંદ સરસ્વતી કોલેજ ખાતે વિદ્યાર્થીઓએ ફીના મુદ્દે ઉગ્ર વિરોધ કર્યો હતો. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં ફી માફ કરવા અંગે સતત રજૂઆત કરવા છતાં પણ વિધાર્થીઓના નિર્ણય ન લેવાતા વિધાર્થીઓએ શિક્ષણ મંત્રીને રજૂઆત કરવાની પણ સંપૂર્ણ તૈયારી દર્શાવી છે.

વિધાર્થીઓ પોતાની માંગ સાથે મેદાનમાં આવી ગયા હતા. આ કપરા કાળમાં પણ વર્ષ દરમિયાન કોલેજ સંચાલન દ્વારા વિધાર્થીઓ પાસેથી ફી ની માંગ કરતા વિધાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વિરોધ કરવા માટે મજબુર બન્યા હતા. કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કોલેજ બંધ હોવા છતાં પણ કોલેજો દ્વારા ફી માંગતા CYSSના વિધાર્થીઓમાં ઉગ્ર રોષ જોવા મળ્યો હતો. 200 જેટલા વિધાર્થીઓએ ભેગા મળીને વિરોધ કરતા કોલેજનું સંચાલન મંડળમાં અફરાતફરી મચી ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

વિધાર્થીઓએ જણાવતા કહ્યું હતું કે, હાલમાં કોલેજને આવેદન પત્ર આપીને ફી માફી અંગેની માંગ કરવામાં આવી છે અને જો ફી માફી અંગે કોઈ નિર્ણય લેવામાં નહી આવે તો આગામી સમયમાં શિક્ષણમંત્રીને પણ રજૂઆત કરવાનું જણાવ્યું છે. જો છતાં પણ કોઈ નિર્ણય નહિ લેવામાં આવે તો તમામ વિધાર્થી સંગઠનો ભેગા મળીને આગામી સમયમાં આંદોલન પણ કરશે. વિધાર્થીઓ આ ફી માફીના મુદ્દા અંગે ખુબ જ ગંભીર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *